જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ અને આધાર નંબરને લિંક (Pan-Aadhaar linking) નથી કરાવ્યા તો તરત જ કરાવી લો. આધાર નંબરને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે તેને 31 માર્ચ સુધીમાં લિંક કરશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી જશો. નહિંતર, જો તમે તેને લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે.