આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી ફરજિયાત છે. જો આ બંને દસ્તાવેજો 31 માર્ચ સુધીમાં લિંક નહીં થાય તો તમારું પાન કાર્ડ કેન્સલ થઈ જશે.
31 માર્ચ, 2022 સુધી, કેન્દ્ર સરકાર PAN ને આધાર સાથે લિંક કરવા માટે કોઈ ફી વસૂલતી ન હતી, પરંતુ એપ્રિલ 2022 થી જૂન 2022 સુધી આધારને PAN સાથે લિંક કરવા માટે 500 રૂપિયાનો ચાર્જ લાદવામાં આવ્યો હતો. આ પછી, જુલાઈ 2022 થી માર્ચ 2023 સુધી, 1000 રૂપિયા સુધીની ફી લાગુ કરવામાં આવી હતી. PAN કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ, 2023 છે.
<br />PAN ને આધાર સાથે લિંક કરવા માટે ફી કેવી રીતે ચૂકવવી - આવકવેરા વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયા દરમિયાન, PAN કાર્ડ ધારક પોર્ટલ પર ઉપલબ્ધ ઇ-પે ટેક્સ દ્વારા. 1000 રૂ ફી ચૂકવી શકે છે. જો કે, વિવિધ બેંકો માટે ફી ચુકવણીની પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે.