Home » photogallery » બિઝનેસ » PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

PAN-Aadhaar Link Deadline: પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એવા અહેવાલ વહેતા થયા છે કે સરકાર આ ડેડલાઈનને આગળ વધારી શકે છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 18

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    તમારા આધાર કાર્ડને PAN સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે આ બંને દસ્તાવેજોને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 નક્કી કરી હતી. જોકે હવે એવા અહેવાલ સાંભળવામાં આવી રહ્યા છે કે સરકાર આ ડેડલાઈનને આગળ વધારી શકે છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી.

    MORE
    GALLERIES

  • 28

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ સરકાર આ સમયમર્યાદાને બે-ત્રણ મહિના લંબાવી શકે છે. રિપોર્ટ અનુસાર, આ બાબતથી વાકેફ એક સરકારી અધિકારીએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ટૂંક સમયમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડી શકે છે.

    MORE
    GALLERIES

  • 38

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    જો કે, આ સમયગાળા માટે વધારાની ફી ચૂકવવાની રહેશે, તેમ અહેવાલમાં જણાવાયું છે. હવે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. સીબીડીટીએ 30 માર્ચ, 2022ની સમયમર્યાદાને એક વર્ષ સુધી લંબાવી હતી અને રૂ.100 ફી નક્કી કરી હતી.

    MORE
    GALLERIES

  • 48

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    1 એપ્રિલ 2022 થી ત્રણ મહિના માટે 500 અને પછી 1000 રૂપિયા રાખવામાં આવ્યા હતા. CBDTએ કહ્યું છે કે 31 માર્ચ, 2023 પછી, જે વ્યક્તિઓ તેમના PANને તેમના આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ જશે તેમના PAN નિષ્ક્રિય થઈ જશે.

    MORE
    GALLERIES

  • 58

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ચાર વખત વધારી દીધી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા તેમજ નવો PAN મેળવવા માટે આધારનો ઉલ્લેખ ફરજિયાત છે.

    MORE
    GALLERIES

  • 68

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    પાન-આધાર લિંક સ્ટેટસ કેવી રીતે તપાસવું? સૌ પ્રથમ આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ (https://www.incometax.gov.in/iec/foportal/) પર જાઓ. પોર્ટલની ડાબી બાજુએ તમે 'ક્વિક લિંક્સ' જોશો. ત્યાં 'Link Aadhaar Status' પર ક્લિક કરો.

    MORE
    GALLERIES

  • 78

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    હવે તમારો 10 અંકનો PAN નંબર અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી 'View Link Aadhaar Status' પર ક્લિક કરો. જો તમારું આધાર પહેલેથી જ લિંક છે, તો તમારો આધાર નંબર પોર્ટલ પર દેખાશે. જો આવું ન થાય તો તમારે PAN ને આધાર સાથે લિંક કરવું પડશે.

    MORE
    GALLERIES

  • 88

    PAN-Aadhaar Linking: તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?

    એસએમએસ દ્વારા પણ સ્ટેટસ ચેક કરી શકાય છે- તમે SMS દ્વારા PAN અને આધાર લિંકનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ માટે તમારે 567678 અથવા 56161 પર મેસેજ કરવાનો રહેશે.

    MORE
    GALLERIES