શાહિદ ખાન શાહિદ ખાનનું (Shahid Khan) નામ પાકિસ્તાનના અમીર લોકોની યાદીમાં સામેલ છે. શાહિદ ખાનનો જન્મ 18 જુલાઈ, 1950ના રોજ લાહોરમાં થયો હતો. શાહિદ પહેલા અમેરિકામાં રહ્યો અને પછી પાકિસ્તાન પાછો ગયો હતો. શાહિદ ખાન પાકિસ્તાનના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. શાહિદે તે કંપની ખરીદી લીધી જેમાં તે પહેલા કામ કરતો હતો. (ફોટો-ટ્વીટર)
સર અનવર પરવેઝ 15 માર્ચ 1935ના રોજ રાવલપિંડીમાં જન્મેલા મોહમ્મદ અનવર પરવેઝ (Mohammad Anwar Parvez) એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. 1956 માં, 21 વર્ષની ઉંમરે, યુવાન અનવર પરવેઝ પોતાનું નસીબ અજમાવવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો. વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી, ટેલિફોન ઓપરેટર, બસ કંડક્ટર અને ડ્રાઈવર તરીકે કામ કર્યા પછી, અનવર પરવેઝે 1963માં લંડનમાં મુસ્લિમ સમુદાય માટે તેમની પ્રથમ કરિયાણાની દુકાન ખોલી. (ફોટો- Dawn)
મિયાં મંશા પાકિસ્તાની વેપારી સમુદાયમાં જાણીતું નામ, મિયાં મુહમ્મદ મંશાનો જન્મ પાકિસ્તાનના ફૈસલાબાદમાં એક ઉચ્ચ પરિવારમાં થયો હતો. તેમણે હેન્ડન કોલેજ લંડનમાંથી સ્નાતક થયા અને બાદમાં બડા ગ્રૂપના CEO અને સ્થાપક બનવા પાકિસ્તાન પરત ફર્યા હતા. $5 બિલિયનની નેટવર્થ સાથે મિયાં મુહમ્મદ મંશા 2022 માં પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ છે. (તસવીર- worldsrichpeople)
મલિક રિયાઝ 8 ફેબ્રુઆરી 1954ના રોજ જન્મેલા મલિક રિયાઝ હુસૈન રાવલપિંડીના એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેણે પોતાની કારકિર્દી એક કન્સ્ટ્રક્શન કંપનીમાં ક્લાર્ક તરીકે શરૂ કરી હતી. આ ક્ષેત્રના તેમના જ્ઞાન અને અનુભવનો લાભ ઉઠાવીને, તેમણે 1980ના દાયકામાં પોતાની બાંધકામ કંપનીની રચના કરી હતી. (તસવીર- DUNYA NEWS)
નવાઝ શરીફ અન્ય અગ્રણી રાજકીય વ્યક્તિ, નવાઝ શરીફનો જન્મ 25 ડિસેમ્બર 1949ના રોજ થયો હતો. તેમનો જન્મ લાહોરમાં એક પ્રભાવશાળી અને સારા પરિવારમાં થયો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ તેમના પિતા સાથે પારિવારિક વ્યવસાય ચલાવતા હતા. નવાઝ શરીફ ઓછામાં ઓછા $1.6 બિલિયનની નેટવર્થ સાથે પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ છે. (ફોટો- Pakistan tv)