ઓક્સીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે ‘ઓસ્સી કન્યા શિશુ વિકાસ કાર્યક્રમ’ અંતર્ગત દેશભરમાં રજીસ્ટ્રેશન કરાવનારા માતા-પિતાને બાળકીના જન્મ સમયે 11,000 રૂપિયાની એફડી આપશે.<br />ઓક્સી પ્રમાણે આ એફડી બધાને આપવામાં આવશે. જેમાં માતાપિતાનો ધર્મ, સમાજીક સ્થિતિ કે ભૌગોલિક સ્થિતિ વગેરે જેવા કોઈ પ્રકારના ભેદભાવ કરવામાં નહીં આવે. આ કાર્યક્રમને છોકરીઓ આર્થિકરૂપે પગભર બને તે માટે તૈયાર કરવામાં આવ્યો છે.
ઓક્સી તરફથી શરૂ કરાયેલ આ યોજનામાં છોકરીઓ 18 વર્ષની ઉંમરની થયા બાદ આ રકમ તેની વિવેકબુદ્ધી પ્રમાણે ઉપયોગ કરી શકે છે. આ રકમનો શિક્ષણ કે તેના ધંધાકીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પણ ઉપયોગ કરી શકાશે. આ પૈસા છોકરીના માટે જ છે અને તેનાથી તે પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. આ પૈસા પર બીજા કોઈનો અધિકાર નહીં હોય.
આ યોજના અંતર્ગત 3 માસની ગર્ભવતી માતાને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો બાળકીનો જન્મ થાય તો તેના નામે 11,000 રૂપિયાની એફડી મુકવામાં આવશે. તેને બાળકીના આધાર કાર્ડ અને બેંકના ખાતા સાથે જોડી દેવામાં આવશે. 18 વર્ષ પૂરા થયા બાદ તે કોઈની પણ રોક-ટોક વગર તે રકમનો ઉપયોગ કરી શકશે. રજિસ્ટ્રેશન ઓક્સી હેલ્થ એપ પર કરાવી શકાશે.