દેશની કેટલીક મોટી કંપનીઓ કર્મચારીઓના પીએફના 6.25 હજાર રોડ રૂપિયા ખાઈ ગઈ. આ ખુલાસો ઈપીએફઓના વાર્ષીક રિપોર્ટમાં થયો છે. સીએનબીસી અવાજના સૂત્રો તરફથી મળેલ એક્સક્લૂસિવ જાણકારી અનુસાર આ રિપોર્ટમાં કર્મચારીઓના પીએફના પૈસા ના જમા કરતી કંપનીઓમાં પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરના કેટલાએ મોટા નામ શામેલ છે. આગળની સ્લાઈડમાં જોઈએ શું છે પુરો મામલો.
સૂત્રો અનુસાર આ રિપોર્ટમાં ખબર પડે છે કે, ઈપીએફઓમાં 6.25 હજાર કરોડનું ડિફોલ્ટ થયું છે. 1539 સરકારી કંપનીઓએ 1360 કરોડ રૂપિયા જમા કર્યા, જ્યારે પ્રાઈવેટ કંપનીઓએ 4651 કરોડ રૂપિયા જમા ન કરાવ્યા. આ ગોટાળામાં પ્રાઈવેટ અને પીએસયૂના કેટલાએ મોટા નામ શામેલ છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે, નોકરીકર્તા લોકો કેવી રીતે પોતાના પીએફમાં જમા પૈસાની જાણકારી મેળવી શકે છે.
1 - ઈપીએફઓની મિસ્ડ કોલ સર્વિસ મોબાઈલ દ્વારા ઈપીએફ બેલેંસ તપાસ કરવા માટે ઈપીએફઓ વિભાગે એક એપ લોન્ચ કરી છે, અને આ મિસ્ડ કોલ સર્વિસ સાથે જોડાયેલી છે. આના દ્વારા તમે રજિસ્ટર્ડ નંબર દ્વારા એક મિસ કોલ કરવાનો રહેશે. અને થોડી જ મીનિટમાં તમારા મોબાઈલ પર જાણકારી મળી જશે. જેમાં તમારૂ નામ, જન્મ દિવસ, યૂએએન, કેવાઈસી સ્ટેટસ, છેલ્લી જમા કરાવેલ રકમ અને પીએફ બેલેંસ આપવામાં આવશે. આ સર્વિસ પૂરી રીતે નિ:શુલ્ક છે, એટલેકે ફ્રી છે. આના માટે 011-2290-1406 નંબર પર મિસ કોલ કરવો પડે છે, અને બે રિંગ બાદ કોલ પોતાની રીતે કટ થઈ જાય છે.
2 - ઈપીએફઓની એપ મીસ કોલ સર્વિસ સિવાય ઈપીએફઓ વિભાગે પોતાની મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. જેના દ્વારા તમે પોતાનું ઈપીએફ બેલેન્સ ચેક કરી શકો છો. અને અહીંથી તમે યૂએએનને એક્ટિવેટ પણ કરી શકો છો. આ એપને કર્મચારી અને પેંશનર પણ ઉપયોગ કરી શકે છે. આ એપને ઈપીએફઓ વિભાગની સાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
4 - યૂએએન નંબર દ્વારા તપાસ કરી શકો છો પીએફ બેલેન્સ. યૂનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા યૂએએન નંબર એ છે, જે વિભાગ દરેક તે સરકારી કે પ્રાઈવેટ કર્મચારીને આપે છે, જે વિભાગમાં પોતાને રજિસ્ટર કરે છે. પ્રાઈવેટ ક્ષેત્રમાં મોટાભાગના લોકો ઝડપી ગ્રોથ કરવા માટે નોકરીઓ બદલી દે છે અને એવામાં પીએફ એકાઉન્ટ નંબર પણ પહેલા બદલતો રહે છે. હવે આ પ્રોબલમને દૂર કરવા માટે યૂએએન નંબર આપવામાં આવી રહ્યા છે. જેથી નોકરી બદલવાની સાથે પીએફ એકાઉન્ટનો નંબર ભલે બદલાઈ જાય પરંતુ યૂએએન નંબર નથી બદલાતો. અને આ નંબર પર નવું ખાતુ પણ જોડાઈ જાય છે. વિભાગની યોજના છે કે, આ નંબર દ્વારા કર્મચારી ભવિષ્યમાં પોતાના ખાતાને આરામથી ચલાવી શકે છે. અને જરૂરત પડવા પર પોતાનું ટ્રાંજેક્શન ઓનલાઈન પણ કરાવી શકે છે.
5 - યૂએએનનો સૌથી મોટો ફાયદો એ છે કે, આના દ્વારા તમે પીએફ એકાઉન્ટનું સાચુ બેલેન્સ ગમે ત્યારે તપાસી શકો છો. એકવાર પોતાનો યૂએએન નંબર એક્ટિવેટ કર્યા બાદ તમે દરેક મહિને પોતાના ઈપીએફ બેલેન્સનું અપડેટ લઈ શકો છો. દરેક મહિને તમને એસએમએસ એલર્ટ પણ આવશે જ્યારે પણ તમારા ખાતમાં કંપની તરફથી પૈસા નાખવામાં આવશે. આ ઓટોમેટેડ પ્રોસેસ દ્વારા થાય છે અને આના માટે ઓનલાઈન જવાની જરૂરત પણ નથી રહેતી.
6 - યૂએએન દ્વારા પોતાના પીએફની પાસબુક પણ ડાઉનલોડ કરો આ યૂએએનની સુવિધાઓમાં એક છે ઈપીએફની પાસબુક સેવા ડાઉનલોડ કરવી. આ સર્વિસ તમામ ખાતાધારકોને મળે છે. તમે જ્યારે ઈચ્છો પોતાની ઈચ્છાઅનુસાર ઓનલાઈન પોતાના એકાઉન્ટથી અપડેટેડ પાસબુક ડાઉનલોડ કરી શકો છો. આનો ફાયદો લેવા માટે તમારો યૂએએન નંબર એક્ટિવેટ હોવો જોઈએ.
7 - ઈપીએફ બેલેન્સ ઓનલાઈન રીતે પણ જાણી શકાય છે. ઈપીએફ તપાસ કરવાની આ જુની રીત છે, પરંતુ ગૂગલ પર સર્ચ કરવા પર હજુ પણ મળી રહે છે. આમાં તમારે માત્ર પીએફ નંબર આપવાનો રહે છે અને પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહે છે. મોબાઈલ પર પીએપ બેલેન્સ આવી જાય છે. આ વિકલ્પ દ્વારા પહેલા તમને તમારા ઈપીએફઓ ઓફિસની જાણકારી હોવી જોઈએ, જ્યાં તમારૂ એકાઉન્ટ હોય. ત્યાં ગયા બાદ પીએફ એકાઉન્ટ નંબર આપવાનો રહે છે. મોબાઈલ નંબર આપવો પડશે. પ્રોસેસ પૂરી થયા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એસએમએસ દ્વારા ડિટેલ આવી જશે.