હાલમાં રૂપે ગ્લોબલ કાર્ડ્સ પાંચ વેરિયેન્ટમાં જાહેર કરવામાં આવે છે. રૂપે ક્લાસિક ડૅબિટ કાર્ડ, રૂપે ક્લાસિક ક્રેડિટ કાર્ડ, રૂપ પ્લેટિનમ ડૅબિટ કાર્ડ, રૂપે પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ. તેમણે જણાવ્યું હતું કે રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.
રુપે કાર્ડ ધારકનું અકસ્માત અથવા કાયમી અપંગતાને વીમો આપવામાં આવે છે. આ નીતિ અંતર્ગત રૂપે ક્લાસિક કર્ડ ધારકોને 1 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે જ્યારે પ્લેટિનમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. આ અકસ્માત વીમો છે. એટલે કે જો તમારુ કોઈ અકસ્માતને લીધે મૃત્યુ થાયે છે અથવા તમારા શરીરના ભાગો કામ કરી રહ્યા નથી, તો તમને 1 થી 2 લાખ રૂપિયા મળશે. સામાન્ય મૃત્યુની સ્થિતિમાં આ નીતિનો લાભ પ્રાપ્ત થશે નહીં.