અમદાવાદઃ સામાન્ય રીતે ખેતી તરફથી લોકો નોકરીમાં એટલે જતાં હોય છે કે આપણે ત્યાં ખેતી કુદરત આધારીત થાય છે અને તેના કારણે ઘણીવાર આવકની અનિશ્ચિતતા સર્જાય છે. પરંતુ આજના સમયમાં ઘણાં ભણેલાગણેલા યુવાનો વ્હાઈટ કોલર જોબ છોડીને ખેતરમાં કપડાં ધૂળધોયા કરતાં જોવા મળી રહ્યા છે. તેનું કારણ આધુનિક ખેતી અને તેના જુદા જુદા પાકમાં થતી લાખો-કરોડોની આવક જ છે. પરંતુ આજે આપણે થોડી અલગ વાત કરવાના છીએ. અહીં કોઈ આધુનિક ખેતી કે નવા પાકની વાત નહીં પણ પરંપરાગત ખેતીમાંથી જ લાખોની કમાણી કંઈ રીતે કરી શકાય તે વિશે વાત કરીશું.
આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડુંગળીની ખેતી વીશે અને અને એક એવા ખેડૂત જેમણે શહેરનો મોહ સાથે સાથે હજારોની કમાણી આપતી નોકરી છોડી અને ગામડે પાછા ફર્યા પછી ડુંગળી જેવી પરંપરાગત ખેતીથી મહિને લાખ રુપિયાની કમાણી ઉભી કરી છે. ક્લાસ વન અધિકાર જેવી કમાણી ધરાવતા આ ખેડૂતે ડુંગળી જેવી વસ્તુની ખેતીથી આ તગડી કમાણી ઉભી કરી દેખાડી છે. તેમણે પરંપરાગત ખેતીમાં કંઈ જ નવું કર્યા વગર ફક્ત એક ડગલું આગળનું વિચાર્યું અને આજે પરિણામ જોઈને ભલભલા આશ્ચર્યમાં પડી જાય છે.
ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર પંથકના અનેક યુવાનો શહેરના મોહ સાથે સુરત હીરા ઉદ્યોગમાં આવીને જોડાઈ જાય છે અને હીરા ઘસવાનું કામ કરે છે. હીરા ઘસવામાં પગાર પણ સારો મળતો હોવાથી આ યુવકો ધીરે ધીરે કાયમી રીતે સુરતમાં જ સ્થાયી થઈ જાય છે. પરંતુ અમરેલીના સાવરકુંડલા તાલુકાના યુવકે ઉલ્ટી ગંગા પકડી હતી અને શહેર છોડીને પરત ગામડે ફર્યા હતા. જે બાદ તેમણે પોતાના ખેતરમાં અવનવા પ્રયોગ શરું કર્યા. માંડવીની ખેતી કરી પરંતુ જોઈએ તેવી કમાણી ન થતાં ડુંગળીની ખેતી તરફ વળ્યા.
એકવાર વાવણી કર્યા પછી હળવી સિંચાઈ પણ જરૂરી છે. જે બીજને અંકુરિત થવા માટે પૂરતી ભેજ પ્રદાન કરશે. ઠંડીની સિઝનમાં 12 થી 15 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. જ્યારે ઉનાળાની ઋતુમાં 7 થી 10 દિવસના અંતરે પિયત આપવું વધુ સારું છે. વાવણી પહેલા ખેતરની જમીનમાં 1 કિલો બેસાલિન ઉમેરવાથી નીંદણ ઓછું રહે છે તો આ ઉપરાંત વાવણી બાદ જમીન દીઠ 1,000 લીટર પાણીમાં 6 લીટર ટોક ઇ 25નો છંટકાવ કરવાથી પણ નીંદણ નિયંત્રણ મેળવી શકાય છે.