નવી દિલ્હીઃ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ મામલે સુપ્રીમ કોર્ટની બેચે વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ (Contempt of Court Case Against Prashant Bhushan)ને દોષી ગણીને એક રૂપિયાનો દંડ ભરવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ દંડની રકમ ન ભરે તો ભૂષણને 3 મહિના સુધી કેદ થઈ શકે છે. અને ભુષણ વકિલ તરીકે પ્રેક્ટિસ પણ નહીં કરી શકે. ત્યારબાદ દંડની રકમ અંગે સોશિયલ મીડિયા (social media) ઉપર મજાક ઉડી રહી છે. જોકે, અત્યારે એ જાણવું રસપ્રદ લાગશે કે 1 રૂપિયામાં અનેક વસ્તુઓ મળી શકે છે. ખિસ્સામાં પડેલો એક રૂપિયો તમને શું અપાવી શકે છે.