લિક્વિડ ફંડનાં ફાયદા- તમામ ડેટ ફંડમાં લિક્વિડ ફંડનું રિટર્ન વધારે સ્ટેબલ રહે છે. જરૂર પ્રમાણે લિક્વિડ ફંડને એક દિવસની અંદર જ કેસ કરાવી શકાય છે. મેચ્યોરિટી પિરીયડ શોર્ટ રહેવાને કારણે જ્યારે જરૂર પડે ત્યારે પૈસા નીકાળી શકો છો. જો તમે આમાં રોકાણ કરો છો તો તમે બીજા દિવસે જ પૈસા ઉપાડી શકો છો. એટલે તમે એક સપ્તાહ માટે પણ તમારા રૂપિયા અહીં રોકી શકો છો. લિક્વિડ ફંડ પર વ્યાજ દરોનાં ઉતાર ચઠાવનું જોખમ સૌથી ઓછું અહીં રહે છે. કારણ કે પ્રાથમિક રૂપથી ઓછા સમયની મેચ્યોરિટીવાળા ફિક્સડ ઇન્કમ સિક્યુરિટીઝમાં નિવેશ કરે છે.
આ રીતે પસંદ કરો - લિક્વિડ ફંડનાં રિટર્નમાં વધારે અસમાનતા નથી હોતી કારણ કે બધા લિક્વિડ ફંડ એક જેવી જ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. જ્યારે આપ લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય કરી લો છો ત્યારે જરૂર જુવો કે જે લિક્વિડ ફંડમાં આપ રોકાણ કરવા ઇચ્છો છો તેના ફંડની સાઇઝ કેટલી છે. એટલે તેનાં કોપર્સ કેટલું છે અને ફંડ હાઉસનો ઇતિહાસ કેવો છે.