જાયફળ અને જાવંત્રી આ બંને શબ્દો તમે સાંભળ્યા હશે પરંતુ ક્યારેય આ મસાલાની ખેતી કઈ રીતે થાય એ વિશે ખાસ જાણ્યું નહીં હોય. તમને જણાવી દઈએ કે જાયફળની ખેતી સદાબહાર છે એટલે કે એકવાર તેનું ઝાડ યોગ્ય વિકસિત થઈ જાય પછી તેમાં વર્ષોના વર્ષ પાક આવતો રહે છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો જેમ કે ઇન્ડોનેશિયા, તાઇવાન, મલેશિયા, ગ્રેનાડા, શ્રીલંકામાં જાયફળ વધુ માત્રામાં ઉગાડવામાં આવે છે.
જાયફળની ખેતી માટે ઉપયુક્ત માટે અને વાતાવરણ વિશે જાણકારી મેળવી લઈએ. ખાસ કરીને ગુજરાતમાં આ ખેતી થઈ શકે કે નહીં તેની પ્રાથમિકી જાણમાં હોય તો આ વિશે આપણા પ્રોગ્રેસીવ ખેડૂતો કંઈક વિચારી શકે, તો તમને જણાવી દઈએ કે જાયફળી ખેતી કોઈપણ ઉપજાઉ માટીમાં થઈ શકે છે એટલે કે ઘર આંગણે પણ જાયફળનું ઝોડ ઉગાવી શકો છો.
પરંતુ વ્યાપારિક ધોરણે ખેતી કરવી હોય અને વધુ માત્રામાં પાક ઉતારવો હોય તો લોમી માટી અથવા લાલ માટી અને સામાન્ય PH વાળી જમીનમાં તેની ખેતી ખૂબ સહેલાઈથી થઈ શકે છે. જાયફળના ઝાડને ઉષ્ણકટીબંધીય વાતાવરણની જરુર હોય છે કે એટલે કે ભેજની સાથે પ્રમાણસરની ગરમી અને ઠંડી વાળું વાતારણ માફક આવે છે, જે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે.
જાયફળના ઝાડને વધુ સમય સુધી ઠંડા અને ઝાકળવાળા વાતાવરણથી નુકસાન થાય છે. જ્યારે સમાન્ય વરસાદમાં આ ઝાડનો વિકાસ સારો થાય છે. તેના છોડની વાવણી સમયે 20-22 ડીગ્રી તાપમાનની જરુર હોય છે એટલે કે આપણે ત્યાં શિયાળામાં તેની વાવણી કરી શકાય છે. તેના નાના છોડ ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 37-40 ડીગ્રી તાપમાન સહન કરી શકે છે.
જે પૈકી IISR વિશ્વશ્રી પ્રકારમાં વાવણીના 8 વર્ષ બાદ સંપૂર્ણ વિકસિત થતાં પ્રત્યેક ઝાડમાંથી 1000 ફળ પ્રાપ્ત થાય છે અને એક હેક્ટરમાં 3100 કિલો જેટલું ઉત્પાદન નીકળે છે. જ્યારે કેલાશ્રી પ્રકારમાં રોપણના 6 વર્ષમાં ઉત્પાદન મળવાનું શરું થાય છે અને 25 વર્ષે ઝાડ સંપૂર્ણ વિકસિત થઈ ગયા બાદ વર્ષે 3200 કેજી જેટલું ઉત્પાદન આપે છે.
જાયફળના રોપા વાવ્યા બાદ તેના ઉત્પાદનમાં ખાસ્સા વર્ષો લાગી જાય છે આ દરમિયાન ખેડૂતો પોતાના ખેતરમાંથી વધારાની આવક માટે અન્ય ઔષધીય છોડ, શાકભાજી અને બાગવાની જેવા પાક લઈ શકે ચે. આ માટે ખેતરમાં જાયાફળના બે ઝાડ વચ્ચે ખાલી પડેલી જમીનનો ઉપયોગ કરી શકાય છે. આમ એક જ ખેતરમાં એક સાથે બે પાકથી આવક ડબલ કરી શકાય છે.
જાયફળની આ ખેતીથી 1 હેક્ટરમાં એટલે કે 4 વીઘા જેટલી જમીનમાંથી પ્રત્યેક ઝાડથી વર્ષમાં લગભગ 500 કીલો જેટલા સૂકાયેલા જાયફળ મળે છે. જેના બજાર ભાવ સામાન્ય રીતે હાલ 500 રુપિયા કિલો ચાલી રહ્યો છે જ્યારે વિદેશમાં નિકાસ કરવાથી હજુ પણ વધારે કિંમત મળી શકે છે. તો આ રીતે પ્રતિ હેક્ટરે ખેડૂતો આ જાયફળની ખેતી કરીને લાખોમાં કમાણી કરી શકે છે.