કોઇ પણ વ્યક્તિને નાણાંકિય લાભ મળે તેવી મહેચ્છા તો મનમાં હોય જ છે. ત્યારે જો આવનારા દિવસમાં જો તમે કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની સ્મૉલ સેવિંગ્સ સ્કીમ તમારી માટે એક સારો ઓપશન બની શકે છે. બેંકોમાં FD કે RD કરવા પર મળતા વ્યાજ સતત ઓછું થઇ રહ્યું છે. ત્યારે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં તેમને એફડી કે આરડી કરતા સારા રિટર્ન મળશે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) - ભારત સરકારે જાહેર કરેલ નાની બચત યોજનાને પોસ્ટ ઓફિસ ચવાલે છે. 1 એપ્રિલથી દેશના પોસ્ટ ઓફિસને પેમેન્ટ બેંકમાં બદલાઇ જશે. એનએસસી (NSC)થી જોડાયેલી એક સારી ખબર તે છે તમે ખાલી સો રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. જે હેઠળ 100, 500, 2000થી બચત શરૂ કરી શકો છો. આ રીતે NSCના સર્ટિફિકેટ પર 100, 500, 1000, 5000 મળે છે. તેમાં રોકાણની કોઇ સીમા નથી. તમે તમારી ક્ષમતા મુજબની કોઇ પણ ઘનરાશિના એનએસી ખરીદી શકો છો.
કોણ કરી શકે છે રોકાણ? કોઇ પણ વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે. તમે તમારા બાળકોના નામે પણ આ ખરીદી શકો છો. તેમાં સર્ટીફિકેટની મેચ્યોરીટી અવધિ 5 વર્ષની હોય છે. વ્યાજ દર વર્ષે જોડાય છે. અને કપાઉન્ડ ઇટરેસ્ટની તાકાતથી આ પૈસા સતત વધતા રહે છે. તમારા દ્વારા લગાવવામાં આવેલા 100 રૂપિયા 5 વર્ષ પછી 144 રૂપિયા થઇ જાય છે. અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આની પર તમને ટેક્સની પણ છૂટ મળે છે. પણ 1.5 લાખ સુધીના રોકાણ પર જ. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તે સરકારી યોજના છે. એટલે કે તમારા પૈસા પૂરી રીતે સુરક્ષિત છે. અને તમને કહ્યું છે તે મુજબ રોકાણ મળશે.
ક્યાંથી ખરીદશો આ સર્ટિફિકેટ- નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એક લાંબા ગાળાનું રોકાણ માધ્યમ છે. આ દ્વારા એક નિશ્ચિત વ્યાજદર પર નિવેશકથી રિટર્ન મળે છે. ખાસ વાત એ છે કે ભારત સરકારની ડાકઘર યોજના હેઠળ તેની જાહેર કરવામાં આવી છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તમે તમારા નજીકના કોઇ પણ ડાકઘરથી ખરીદી શકો છો. જો કે આમાં તમારે કેટલાક ડોક્યુમેન્ટ આપવા પડશે. નેશનલ સેવિંગ સર્ટીફિકેટ ચેક કે કેશ દ્વારા પણ ખરીદી શકાય છે. ચેકથી ચૂકવણી કર્યા પર ખાતું ત્યારે ખુલશે જ્યારે ચેકની ચૂકવણી સફળ રીતે કરવામાં આવી હોય.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટની મેચ્યોરિટી- તેની મેચ્યોરિટી 5 વર્ષની છે. સારી વાત એ છે કે જો તમે કેટલીક શરતો પૂરી કરો છો તો 1 વર્ષમાં પરિપક્વતાની અવધિ પૂરી થતા રાશિ નીકાળી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં વ્યાજ દર 3 મહિનમાં બદલી કે નિર્ધારિત કરી શકાય છે. આ માટે રોકાણકારોને વધતા કે ઓછા થતા વ્યાજદરોની સાથએ રોકાણ રાશિમાં બદલાવ કરવો જોઇએ.
ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ મળી શકે છે. એટલે કે આ યોજનાનો લાભ સગીર લોકો પણ લઇ શકે છે. આ માટે વાલીએ 18 વર્ષની નાની ઉંમરના બાળકોના નામ પર નેશનલ સેવિંગ સર્ટીફિકેટ ખરીદવું પડસે. જેમાં બે વયસ્ક જ્વાઇંટ સ્કીમ દ્વારા પણ રોકાણ કરી શકે છે. સાથે NRI કે HUF પણ આ સ્કીમનો લાભ લઇ શકે છે. નેશનલ સેવિંગ સર્ટીફિકેટ તમે પોતાની પોસ્ટ ઓફિસ કે બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાંસફર પણ કરી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું પ્રમાણ પત્ર પણ તમે કોઇ બીજી વ્યક્તિના નામે વારસદાર તરીકે કરી શકો છો.
ટેક્સ છૂટનો લાભ- સૌથી સારી વાત એ છે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં તમને ટેક્સ સેવિંગનો વિકલ્પ મળે છે. આયકર અધિનિયમ 80 C હેઠળ તમને ટેક્સમાં છૂટનો લાભ મળશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવાથી તમારું ટીડીએસ નહીં કપાય. જો કે તમે સમય પહેલા નાણાં નીકાળવા માંગશો તો તમારે પેનાલ્ટી આપવી પડશે. એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર બેંક અને ફાઇનેંશિયલ સંસ્થાથી લોન લઇ શકાશે. આ સિવાય નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ચેકબુકની સુવિધા મળશે.