નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) રિટાયર-ફોકસ રોકાણ (retirement-focused investment) તરીકે વધુ લોકપ્રિય રીતે જાણીતી છે, જેનો હેતુ તમે જ્યારે નિવૃત્ત થાઓ, ત્યારે તમને એક મોટી રકમ અને થોડું પેન્શન આપવાનો છે. પરંતુ જો તે ખૂબ લમ્બો રસ્તો લાગે છે, તો એનપીએસ પાસે તેનું સોલ્યુશન છે; એનપીએસ.-2 સ્કીમ (NPS-2 Scheme). આ એનપીએસ 1નો વધુ ફ્લેક્સિબલ રોકાણનો પ્રકાર છે. તે કોઈપણ સમયે પૈસા નાંખવા અને ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે.
ટીયર-1 એકાઉન્ટની જેમ ટીયર- 2 એકાઉન્ટ પણ ગ્રાહકોને ઇક્વિટી (E), ગવર્મેન્ટ બોન્ડ (G) અને કોર્પોરેટ ડેટ (C) જેવા ફંડ્સના વિકલ્પો પ્રદાન કરે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ટીયર -2 એકાઉન્ટ હેઠળ તાજેતરમાં 'સ્કીમ ટેક્સ સેવર' નામનો નવો ફન્ડ ઓપ્શન રજૂ કરવામાં આવ્યો હતો. આ ફંડ્સ ખર્ચની બાબતે મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) કરતાં વધુ સારા છે.
દા.ત. એનપીએસ ઇક્વિટી સ્કીમ્સ માટે મહત્તમ ફંડ મેનેજમેન્ટ ફી વાર્ષિક 0.09 ટકા છે, જે 0.3થી 1 ટકા વચ્ચે વસૂલાતા ડાયરેક્ટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કરતા ઓછી છે. એક્સિસ પેન્શન ફંડના એમડી અને સીઈઓ સુમિત શુક્લા કહે છે કે, "એનપીએસ ટીયર - 2 શ્રેષ્ઠ અને સૌથી સસ્તો ઇક્વિટી રોકાણ વિકલ્પ ઉપલબ્ધ છે, કારણ કે તેમાં લેવામાં આવેલા કુલ ચાર્જિસ 20 બેસિસ પોઇન્ટ કરતા ઓછા છે, જેમાં ઇક્વિટીમાં 100% રોકાણ કરવાનો વિકલ્પ છે."
ટીયર - 1 અને ટીયર - 2 હેઠળ પૂરા પાડવામાં આવેલા ફંડ્સના વિકલ્પોનું સંચાલન વિવિધ પોર્ટફોલિયો સાથે કરવામાં આવે છે. ઓક્ટોબર, 2022 સુધીમાં ટીયર-1 હેઠળ પ્રદાન કરવામાં આવેલી ઇક્વિટી યોજનાઓની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 39,337 કરોડ હતી. જ્યારે ટીયર -2 ઇક્વિટી સ્કીમ્સ હેઠળ ઇક્વિટી સ્કીમ્સ માટે તે ફક્ત રૂ. 1,678 કરોડ હતી. ટીયર-2 એકાઉન્ટ હેઠળની ઇક્વિટી યોજનાઓ ટીયર-1 એકાઉન્ટમાં સમાન રોકાણ અભિગમને અનુસરે છે અને મુખ્યત્વે ટોચની 200 લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરે છે. પોર્ટફોલિયો હોલ્ડિંગ્સ સંબંધિત એનપીએસ મેનેજર્સની ટીયર- 1 અને ટીયર-2ની ઇક્વિટી યોજનાઓ વચ્ચે લગભગ સમાન છે, કારણ કે બંને પોર્ટફોલિયો મોટાભાગે માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 200 સૌથી મોટા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, તેમના પોર્ટફોલિયોમાં વ્યક્તિગત શેરોનું વેઈટેજ અલગ હોય છે. તેથી, કોઈપણ પેન્શન ફંડ હાઉસના ટીયર 1 અને ટીયર 2 વેરિઅન્ટ વચ્ચેનું વળતર મોટાભાગે સમાન હોય છે. સમાન હોલ્ડિંગ્સને કારણે આ યોજનાઓમાંથી મળતું રીટર્ન પણ સમાન રહ્યું છે. ટીયર-2 એકાઉન્ટ હેઠળની સ્કીમ-ઇના પોર્ટફોલિયોમાં સંબંધિત નવ એનપીએસ મેનેજર્સ (નવા લોન્ચ થયેલા એક્સિસ એનપીએસનો પોર્ટફોલિયો હજુ સુધી ઉપલબ્ધ થયો નથી)ના ટોચના દસ સ્ટોક્સ હોલ્ડિંગ્સ આ પ્રમાણે છે. આપને જણાવી દઇએ કે, પોર્ટફોલિયો ડેટા 31 ઓક્ટોબર, 2022 અનુસાર છે.