પોસ્ટ ઓફિસ ટુંક સમયમાં ડિઝિટલ બેંકિંગ સર્વિસ આપવા લાગશે. આ સુવિધાથી પોસ્ટના 34 કરોડ બચત ખાતા ગ્રાહકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે, સરકાર તરફથી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) સાથે એકાઉન્ટને લિંક કરવાની મંજૂરી આપ્યા બાદથી બચત ખાતા ગ્રાહકોને ડિઝિટલ બેંકિંગ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આગળની સ્લાઈડમાં જોઈએ આ સુવિધાથી કોને કેટલો ફાયદો થશે.
દેશમાં બનશે સૌથી મોટું બેંકિંગ નેટવર્ક - સરકારના આ પગલા બાદ દેશમાં સૌથી મોટુ બેંકિંગ નેટવર્ક બનીને તૈયાર થઈ જશે. ઈન્ડીયા પોસ્ટની યોજના હેઠળ તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસ શાખાઓને આઈપીપીબીથી લિંક કરવાનું છે. ઈન્ડિયા પોસ્ટ કોર બેંકિંગ સર્વિસ ચાલુ કરી ચુકી છે, પરંતુ આની હેઠળ માત્ર મની ટ્રાંસફરની સુવિધા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એકાઉન્ટ વચ્ચે જ મળી રહી છે.