ઓછો પગાર મેળવતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેમના હક માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો કોઈ કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓનો પગાર ઓછો હોવાનું માલુમ પડશે તો સરકાર કંપની વિરુદ્ધ કાર્યવાહી કરશે. નોકરીદાતાઓ કર્મચારીઓના પૂરા પગાર પર પીએફમાં રકમ જમા કરે છે કે નહીં તે ચકાસવા માટે ઈપીએફઓ (એમ્પલોઇઝ પ્રોવિડેન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન)એ આવો નિર્ણય કર્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંગઠન આ માટે દરેક કંપનીનો પગાર વિશ્લેષણ રિપોર્ટ(વેજ એનાલિસિસ) તૈયાર કરશે. જેનાથી સ્પષ્ટ થશે કે કંપનીમાં કેટલા કર્મચારીઓને કેટલો ઓછા પગાર આપવામાં આવે છે.
તમામ એડિશનલ પીએફ કમિશ્નર્સ અને પ્રાદેશિક પીએફ કમિશ્નર્સને મોકલવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે નોકરીદાતા પોતાના ઇલેક્ટ્રોનિક ચલણમાં રિટર્ન એટલે કે ઈસીઆરમાં નોન કંટ્રીબ્યૂટરી પીરિયડને યોગ્ય રીતે દર્શાવે. જેના કારણે નોન કંટ્રીબ્યૂટરી પીરિયડને કંટ્રીબન્યૂટરી પીરિયટમાં નહીં ગણવામાં આવે.