

મોંધવારી અને તહેવારોના આ સમયમાં કંઇક પણ સસ્તું મળે તો ચહેરાની ખુશી વધી જાય છે. તેવામાં ઇંડેને ટ્વિટ કરીને તેના ગ્રાહકોને જાણકારી આપી છે કે તે તેના ગ્રાહકોની પહેલી બુકિંગ પર એક કેશલેસ સુવિધા આપી રહ્યા છે. આવીએ આ વિષે તમને જણાવીએ કે કેવી રીતે તમે સસ્તામાં ગેસ સિલેન્ડરનું બુકિંગ કરી શકો છો.


સરકારી તેલ કંપની ઇંડેન (Indane)એ ટ્વિટમાં લખ્યું છે કે રસોઇ ગેસ ઉપભોક્તા હવે એમેઝોન પે દ્વારા આઇપીએલ સિલિન્ડરની બુકિંગ કરી શકે છે. અને ઇંડેલ રિફલમાં તેનું ઓનસાઇન પેમેન્ટ પણ કરી શકે છે.


સાથે જ તેમણે કહ્યું કે અમારી કંપની એમેઝોન પે દ્વારા પહેલી વાર સિલેન્ડર બુક કરાવવા પર પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયાનો કેશબેક પાછો આપી રહી છે. કંપનીએ કહ્યું કે આ કેશબેક ખાલી એક વાર માટે જ લાગુ થશે.


આ માટે તમારે એમેઝોન એપ પર પેમેન્ટ ઓપ્શનમાં જવું પડશે. આ પછી ગેસ સર્વિસ પ્રોવાઇડરને પસંદ કરો અને અહીં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે એલપીજી નંબર નાંખો અને એમેઝોન પેથી પેમેન્ટ કરો.


ઈન્ડેનના રસોઇ ગેસના ઉપભોક્તા માટે ગેસ સિલેન્ડર બુકિંગનો નવા નંબર જાહેર કરવામાં આવ્યો છે. એલપીજી ગ્રાહકો માટે તેમના રજિસ્ટર મોબાઇલ નંબર પર ગેસ બુકિંગ કરવનવા માટે નવો નંબર મોલ્યો છે. આ દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલેન્ડર બુક કરાવી શકો છો.


ઇન્ડિયન ઓઇલની તરફથી જાહેર આ નંબરને ઉપયોગ ઇંડેનના દેશભરના ઉપભોક્તા આઇવીઆર કે એસએમએસ દ્વારા ગેસ બુકિંગ કરી શકે છે. હાલ કોરોના કાળમાં લોકો ઓનલાઇન સુવિધાઓ પર વધુ ભાર આપી રહ્યા છે. ત્યારે આ પ્રયાસ પણ તે જ દિશામાં આગળ વધવા સમાન છે.


ઇન્ડિયન ઓઇલે જણાવ્યું કે પહેલા રસોઇ ગેસના બુકિંગ માટે દેશના અલગ અલગ સર્કિલ માટે અલગ અલગ મોબાઇલ નંબર હોય છે. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની તમામ સર્કિલ માટે એક જ નંબર જાહેર કર્યો છે. આનો મતલબ કે હવે ઇંડેન ગેસના દેશભરના ગ્રાહકોને એપલીજી સિલેન્ડર બુક કરાવવા માટે 7718955555 માટે કોલ કે એસએમએસ મોકલી શકે છે.