Home » photogallery » બિઝનેસ » ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

આ અગાઉ, ચર્મકામ વડે ખેતી અને પશુપાલન સંબંધિત ઉત્પાદનો કારીગરો દ્વારા બનાવવામાં આવતા હતા. ત્યારે આજના સમયની માંગ મુજબ આ ઉત્પાદનો ફેશન આઇકોન બન્યા છે. જેને લઈને કચ્છના નિરોણામાં બનતી ચામડાની વસ્તુ આજે વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.

  • Local18
  • |
  • | Gujarat, India

  • 111

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લો અનેક પ્રાચીન હસ્તકળા કારીગરીનો સંગમ સ્થળ છે. કચ્છ કે ભારત બહારથી આવેલી હસ્તકળાઓને આજે પણ કારીગરોએ અહીં ટકાવી રાખી છે. કચ્છનો નિરોણા ગામ આવી જ પાંચ હસ્તકળાઓનો ઘર બનતા તેને હસ્તકળાઓના પંચામૃત તરીકે ઓળખાય છે.

    MORE
    GALLERIES

  • 211

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    અમે જણાવી રહ્યા છે અહીંની એક પ્રાચીન હસ્તકળા ચર્મકામની. પેઢીઓથી અહીં કારીગરો પ્રાચીન પદ્ધતિ વડે ચામડામાંથી પગરખાં અને અન્ય ઉત્પાદનો બનાવતા આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 311

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આજના આધુનિક યુગમાં આ પ્રાચીન હસ્તકળાની માંગ સરેરાશે ઘટી છે, છતાંય આ ખમીરવંતા કારીગરોએ તેને ન માત્ર ટકાવી રાખી છે, પરંતુ સાથોસાથ વિકસાવી પણ છે.

    MORE
    GALLERIES

  • 411

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    મૂળ રાજસ્થાનથી કચ્છ આવેલા આ ચર્મકામના કારીગરોએ કચ્છના લોકોની જરૂરિયાત મુજબ અહીં ખેતીના સાધનો, કૂવામાંથી પાણી ભરવાનો કોષ, ગાયો ભેંસોને બાંધવાના સાધન, ઊંટ પર પાણી લઈ જવાની સાંધારી વગેરે વસ્તુઓ બનાવતા હતા.

    MORE
    GALLERIES

  • 511

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    કારીગરોએ પ્રાચીન સાધનોથી આગળ વધી મોજડી બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેને ફેશનેબલ બનાવવા કચ્છના વિવિધ સમુદાયો મુજબના ભરતકામ વાળા ઉત્પાદનો બનાવવાના પણ શરૂ કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 611

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આ અગાઉ, કારીગરો જાતે જ લેધરને સૂકવી તેના પર ડાઈંગ કરતા હતા, જ્યારે કે આજે તેમને લેધર તૈયાર મળે છે જેના પર કારીગરો પોતાની જરૂર મુજબ કલર ડાઈ કરે છે.

    MORE
    GALLERIES

  • 711

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આ ડાઈ કરેલા લેધર પર ચિત્ર દોરી તેના વડે જે ઉત્પાદન બનાવવું હોય તે મુજબ કટિંગ કરી તેની સિલાઈ કરે છે જેની બાદ ઉપર ફિનીશિંગ કામ હાથ ધરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 811

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આજે બજારોમાં મોટી માત્રામાં મશીનથી બનેલા લેધર ઉત્પાદનો ચલણમાં આવ્યા છે, પરંતુ આ પ્રાચીન હાથ બનાવટની મજબૂતીની સરખામણી કરી શકતા નથી.

    MORE
    GALLERIES

  • 911

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આ કારીગરોએ પ્રાચીન ઉત્પાદનોથી આગળ વધી આજે પણ આ કળાને આધુનિકતાની દોડમાં પણ હારવા આપી નથી. આજે આ કારીગરો ચામડાથી ન માત્ર મોજડી પરંતુ બેગ, સ્ટેશનરી, અરીસા, લેમ્પ શેડ્સ અને મોબાઈલ કવર જેવી આધુનિક વપરાશની સામગ્રીઓ બનાવી લોકોને આ કળા સાથે સંકળાયેલા રાખ્યા છે.

    MORE
    GALLERIES

  • 1011

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આ અગાઉ, ચર્મકામ વડે ખેતી અને પશુપાલન સંબંધિત ઉત્પાદનો કારીગરો દ્વારા બનાવવામાં આવતા હતા.

    MORE
    GALLERIES

  • 1111

    ગુજરાતનું આ ચર્મકામ છે વર્લ્ડ ફેમસ, લક્ઝરી વસ્તુઓને પણ મારે છે ટક્કર

    આજના સમયની માંગ મુજબ આ ઉત્પાદનો ફેશન આઇકોન બન્યા છે.

    MORE
    GALLERIES