વૈભવી લાઈફસ્ટાઈલ જીવનારા નીરવ મોદી પંજાબ નેશનલ બેંકમાં થયેલ 11.3 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનું કૌભાંડના સૂત્રધાર જણાવવામાં આવી રહ્યાં છે. ભારતીય બેંકિંગ સિસ્ટમને હલાવી નાંખનાર આ કૌભાંડના આરોપી 48 વર્ષના નીરવ મોદીની જિંદગી ડાયમંડ જેવી જ ચમકીલી છે. તે ડાયમંડ કેપિટલ કહેવાતા બેલ્જિયમના એન્ટવર્પ શહેરના મશહુર ડાયમંડ બ્રોકર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નીરવ મોદી જાતે જ એક ગ્વોબલ બ્રાંડ છે અને તમામ ભારતીય ધનિકોની નજીકનાઓમાં માનવામાં આવે છે.
અમેરિકાની પ્રખ્યાત વાર્ટન સ્કૂલના ડ્રોપ આઉટ મોદીના નામથી તેમની બ્રાન્ડ લોકપ્રિય બની ગઈ હતી કે તેના કારણે તે ફોર્બસના ભારતીય ધનકુબેરોની 2017ની યાદીમાં 84માં નંબર પર પહોંચ્યા હતાં. તે 1.73 અરબ ડોલર એટલે લગભગ 110 અરબ રૂપિયાના માલિક છે અને તેમની કંપનીનું રાજસ્વ 2.3 અરબ ડોલર એટલે લગભગ 149 અરબ રૂપિયા છે.