Home » photogallery » બિઝનેસ » LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

આજથી નવું વર્ષ 2023 (New Year 2023) શરૂ થયું છે. પ્રથમ તારીખથી આવા ઘણા ફેરફારો થવાના છે, જેના કારણે આપણે ખુબ જ અસર થવાની છે. જણાવી દઈએ કે, ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારથી લઈને LGP ગેસના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

विज्ञापन

  • 17

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    New Year 2023: આજથી નવું વર્ષ 2023 શરૂ થયું છે અને પહેલા જ દિવસથી સામાન્ય માણસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. આવા ઘણા ફેરફારો છે, જેની સીધી અસર તમારા પર આર્થિક (Financial Health) અસર પાડશે. બેંકિંગ સંબંધિત નિયમોથી લઈને LPG સિલિન્ડરની (LPG Price 2023) કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાણો આજથી કયા મોટા ફેરફારો થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 27

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆતમાં અથવા તો 1 જાન્યુઆરી 2023ના રોજ LPG સિલિન્ડરની કિંમતોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2023થી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે. હવે કોમર્શિયલ સિલિન્ડર માટે 25 રૂપિયા વધુ ખર્ચવા પડશે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1769 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 1721 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયા અને ચેન્નાઈમાં 1917 રૂપિયા હશે.

    MORE
    GALLERIES

  • 37

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    1 જાન્યુઆરી, 2023થી GST ઈ-ઈનવોઈસિંગ (GST Invoicing) અથવા ઈલેક્ટ્રોનિક બિલના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે ઈ-ઈનવોઈસિંગ માટે 20 કરોડ રૂપિયાની મર્યાદા ઘટાડીને 5 કરોડ રૂપિયા કરી દીધી છે. આ નિયમ 2023ના પહેલા દિવસથી લાગુ થશે. આ નિયમ લાગુ થવાથી હવે એવા ઉદ્યોગપતિઓ માટે ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવું જરૂરી બનશે જેમનો વાર્ષિક 5 કરોડથી વધુનો બિઝનેસ છે.

    MORE
    GALLERIES

  • 47

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, 1 જાન્યુઆરી, 2023 થી, બેંક લોકર (Bank Locker Rules) સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ બેંકો નિયંત્રણમાં આવી જશે અને તેઓ બેંક લોકરને લઈને ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. આ પછી બેંકોની જવાબદારી વધુ વધશે. કારણ કે જો કોઈ કારણોસર લોકરમાં રાખેલા ગ્રાહકના સામાનને નુકસાન થાય છે તો તેની જવાબદારી બેંકની રહેશે. જણાવી દઈએ કે, ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવા પડશે, જેના દ્વારા ગ્રાહકોને SMS અને અન્ય માધ્યમો દ્વારા લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 57

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    ખાનગી ક્ષેત્રની બેંક HDFC એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે, જે 1 જાન્યુઆરી 2023 થી અમલમાં આવી રહ્યો છે. જો તમે આ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારા માટે આ ફેરફારને જાણવો મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, HDFC ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટનો (Reward Points) નિયમ બદલાવા જઈ રહ્યો છે. તમારા માટે 31 ડિસેમ્બર 2022 સુધીમાં તમારા બધા રિવોર્ડ પૉઇન્ટની ચુકવણી કરવી વધુ સારું રહેશે.

    MORE
    GALLERIES

  • 67

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    જો તમે નવા વર્ષમાં તમારા અથવા તમારા પરિવાર માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે. જણાવી દઈએ કે, 2023ની શરૂઆતથી, Maruti Suzuki, MG Motors, Hyundai, Renoથી લઈને Audi અને Mercedese જેવી કંપનીઓ તેમના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ટાટા દ્વારા 2 જાન્યુઆરી, 2023થી તેના કોમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 77

    LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    આ પાંચ મોટા ફેરફારો સાથે, 1 જાન્યુઆરી, 2023થી ફોન ઉત્પાદક કંપનીઓ અને તેની આયાત-નિકાસ કંપનીઓ માટે એક નવો નિયમ પણ આવશે. આ અંતર્ગત કંપનીઓ માટે દરેક ફોનના IMEI નંબરનું રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે IMEI સાથે છેડછાડના મામલાઓને રોકવા માટે આ તૈયારી કરી છે. વિદેશી પ્રવાસીઓ સાથે ભારતમાં આવેલા ફોનનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે.

    MORE
    GALLERIES