

નવી દિલ્હીઃ હવે આપના બાદ આપની કાર-બાઇક (Car-Bike) હોય કે ટ્રક (Truck) તેના માલિકી હકને લઈને ઘરમાં કોઈ ઝઘડો નહીં થાય. વાહન (Vehicle)ની ખરીદી સાથે જ આપને હવે તેની વસિયત કરવી પડશે. વાહન રજિસ્ટ્રેશન ઓફિસમાં નોમિનીનું નામ આપવાની સાથે જ તેમની તમામ જાણકારી આપવી પડશે. (પ્રતીકાત્મક તસવીર)


ભગવાન ન કરે અને આપનું મોત થાય છે તો આપના દ્વારા બનાવવામાં આવેલા નોમિની આપની કાર-બાઇક કે ટ્રકના માલિક હશે. કેન્દ્ર સરકાર (Central Government)એ આ પ્રકારના એક પ્રસ્તાવ પર સૂચનો માંગ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


હાલ દેશમાં એક સમાન નથી વાહન ટ્રાન્સફરનો કાયદો - વાહન માલિકના નિધન બાદ તેમના વાહનને ટ્રાન્સફર કરવાનો હાલનો કાયદો હજુ દેશમાં એક સમાન નથી. સંપત્તિની જેમ જ પરિવારના અન્ય લોકો વાહન પર પોતાનો દાવો રજૂ કરે છે. (પ્રતીકાત્મક તસવીર)


લાંબી ચાલે છે કાયદાકિય લડાઈ - દરેક રાજ્યમાં અલગ-અલગ કાયદા હોવાના કારણે કાયદાકિય લડાઈ લાંબી ચાલે છે. પરંતુ નવો કાયદો બન્યા બાદથી આ પ્રક્રિયા સરળ થઈ જશે. નવા કાયદા મુજબ વાહન ખરીદતી વખતે જ વાહન માલિકે નોમિનીનું નામ આપવાનું રહેશે. (પ્રતીકાત્મક તસવીર)


નવા કાયદામાં આવી રીતે ટ્રાન્સફર થશે વાહન - વાહન માલિકના મોત બાદ વાહન રજિસ્ટ્રેશન (આરસી)માં જે પણ નોમિની હશે, તેના નામે વાહનને ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તે પહેલા તે વાહન માલિકના નિધન સંબંધમાં મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. ત્યારબાદ થોડાક દિવસોની પ્રક્રિય બાદ વાહનને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)