Home » photogallery » બિઝનેસ » New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

સતત બદલાતા જતા કોર્પોરેટ જગત (Corporate world)માં કામના કલાકો અને રજા સહિતની કામકાજની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની અને તર્કસંગત બનાવવાની તાતી જરૂર હતી. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીના સંબંધોને લગતા નિયમોમાં સુધારો કરવા અને શ્રમ કાયદામાં સુધારો કરવા માટે સરકારે ચાર લેબર કોડ (New labour codes) જાહેર કર્યા છે

  • 16

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    સરકાર ચાર નવા લેબર કોડ લઇને આવી રહી છે જેમાં કર્મચારીઓની ચાંદી જ ચાંદી છે. સતત બદલાતા જતા કોર્પોરેટ જગત (Corporate world)માં કામના કલાકો અને રજા સહિતની કામકાજની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની અને તર્કસંગત બનાવવાની તાતી જરૂર હતી. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીના સંબંધો (Employer-Employee Relationship)ને લગતા નિયમોમાં સુધારો કરવા અને શ્રમ કાયદામાં સુધારો કરવા માટે સરકારે ચાર લેબર કોડ (New labour codes) જાહેર કર્યા છે

    MORE
    GALLERIES

  • 26

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    નવા લેબર કોડમાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ છે. જો કે, સાપ્તાહિક મર્યાદા 48 કલાકની રાખવામાં આવી છે. એટલે કે નવી સિસ્ટમમાં 4 દિવસ કામ કરવા બદલ 3 વીકઓફ પણ મળશે, પણ તેની સામે તમારે 12 કલાક કામ કરવું પડશે. ઓવરટાઇમના કલાકો પણ એક ક્વાર્ટરમાં 50 કલાકથી વધારીને 125 કલાક કરવામાં આવ્યા છે. આનાથી કર્મચારીઓ સપ્તાહના અંતે ઓવરટાઇમ કરીને વધારાના પૈસા કમાઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    સરકારે નવી સિસ્ટમમાં રજાઓની સંખ્યા પહેલા જેટલી જ રાખી છે. એટલે કે, દર 20 દિવસ કામ કરવા બદલ 1 દિવસની રજા મળશે. તેમજ કેરી ફોરવર્ડ રજાઓની સંખ્યામાં કોઇ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

    MORE
    GALLERIES

  • 46

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    નવા નિયમો અનુસાર, કોઈપણ કર્મચારીની બેસિક સેલેરીનો હિસ્સો 50 ટકા સુધીનો રહેશે અને બાકીના 50 ટકા તમામ પ્રકારના ભથ્થાં હશે. અત્યારે કંપનીઓ બેઝિક સેલરીના માત્ર 25-30 ટકા જ રાખે છે. આવી સ્થિતિમાં, તમામ પ્રકારના ભથ્થાં 70-75 ટકાની રેન્જમાં છે. આ ભથ્થાઓને કારણે કર્મચારીઓના ખાતામાં વધુ પગાર આવે છે, કારણ કે મૂળ પગાર પર તમામ પ્રકારની કપાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, નવા વેતન કોડના અમલ પછી, તમારા ઇનહેન્ડ સેલરીમાં 7-10 ટકાનો ઘટાડો થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    વર્ષના અંતે 15 રજાઓને એનકૈશ કરવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. એટલે કે જો તમારી પાસે 45 રજાઓ બચી હોય તો તેમાંથી 15 રજાઓ બદલ કંપની તમને નાણા ચુકવશે અને બાકીની 30 રજાઓ આગામી વર્ષમાં કેરી ફોર્વર્ડ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 66

    New Labour Code 2022 : 1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

    કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધી ગયું છે જેના કારણે સરકારે નવા લેબર કોડમાં આ બાબતનું પણ ધ્યાન રાખ્યુ છે. સરકાર આના માટે પણ અલગ પ્રાવધાન બનાવી શકે છે આ સિવાય કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ માટે ગાઇડલાઇન બનાવી શકે છે.

    MORE
    GALLERIES