થોડા અઠવાડિયા પહેલા ઉત્પાદકો તરફથી બાઇકના એન્જિનની વિગતો જાહેર કરવામાં આવી હતી. જેના જણાવ્યા પ્રમાણે નવી Jawa બાઇકનું એન્જીન 293 સીસીનું હશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે બાઇકર્સને જૂની Jawa જેવો જ અનુભવ થાય તે માટે તેના ફાયરિંગને પહેલા જેવું જ રાખવાનો પ્રયાસ કરાયો છે. બાઇકમાં સિંગલ સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન હશે. નવી Jawaમાં છ ગીયર હશે.