L&T ફાયનાન્સ - L&T ફાયનાન્સ એનસીડી દ્વારા 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે. તેના માટે બેસ સાીઝ 500 કરોડ રૂપિયા છે. જ્યારે કંપની પાસે આ અધિકાર છે કે, તે 500 કરોડ રૂપિયા બીજા વધારી શકે છે. તે 8 એપ્રિલે ખુલીને 18 એપ્રિલે બંધ થશે. કંપનીએ બાંડ મેચ્યોરિટી માટે 3 વર્ષ, 5 વર્ષ અને 8 વર્ષનો પ્લાન આપ્યો છે, જેમાં 8.478 ટકાથી 9.05 ટકા વાર્ષીક વ્યાજની ઓફર કરવામાં આવી છે. એનસીડી બાંડની ફેસવેલ્યૂ 1000 રૂપિયા છે. ઓછામાં ઓછા 10 બાંડમાં રોકાણ કરવું જરૂરી છે, એટલે કે 10 હજાર રૂપિયા. આનાથી વધારે 1000 રૂપિયાના મલ્ટિપલમાં તમે કેટલું પણ રોકાણ કરી શકો છો. રેટિંગ - CARE AAA સ્ટેબલ, ICRA AAA સ્ટેબલ.
મુથુટ હોમ ફાયનાન્સ - મુથૂટ હોમ ફાયનાન્સ NCD દ્વારા 300 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે. તેના માટે બેસ સાઈઝ 150 કરોડ રૂપિયા છે. જ્યારે કંપની પાસે અધિકાર છે કે, તેને કંપની 150 કરોડ બીજા વધારી શકે છે. આ 8 એપ્રિલથી ખુલી 7 મેના રોજ બંધ થશે. ઓફર - કંપનીએ બાંડ મેચ્યોરિટી માટે 24 મહિના, 38 મહિના, 60 મહિના અને 90 મહિનાનો પ્લાન આપ્યો છે. જેમાં 9.25 ટકાથી 10 ટકા સુધીના વ્યાજની ઓફર છે. મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ - NCD બાંડની ફેસવેલ્યુ 1000 રૂપિયા છે. જેમાં મિનીમમ 10 બોન્ડ રોકાણ કરવું પડશે, એટલે કે 10000 રૂપિયા. મલ્ટીપલ તમે ગમે તેટલું રોકાણ કરી શકો છો.
મેગ્મા ફિનકોર્પ - મોગ્મા ફિનકોર્પ NCD દ્વારા 500 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે. તેના માટે બેસ સાઈઝ 200 કરોડ રૂપિયા છે. જ્યારે કંપની પાસે અધિકાર છે કે, તેને કંપની 300 કરોડ બીજા વધારી શકે છે. આ 8 એપ્રિલથી ખુલી 8મેના રોજ બંધ થશે. ઓફર - કંપનીએ બાંડ મેચ્યોરિટી માટે 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષનો પ્લાન આપ્યો છે. જેમાં 10.24 ટકાથી 10.75 ટકા સુધીના વ્યાજની ઓફર છે. મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ - NCD બાંડની ફેસવેલ્યુ 1000 રૂપિયા છે. જેમાં મિનીમમ 10 બોન્ડ રોકાણ કરવું પડશે, એટલે કે 10000 રૂપિયા. મલ્ટીપલ તમે ગમે તેટલું રોકાણ કરી શકો છો.
શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર - શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર NCD દ્વારા 500 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે. આ એનસીડીમાં લોકો 400 દિવસ, 3 વર્ષ અને 5 વર્ષના વિકલ્પમાં રોકાણ કરી શકો છો. જેમાં 9.75 ટકાથી 10.75 ટકા સુધીના વ્યાજની ઓફર છે. કંપની પોતાના વર્તમાન રોકાણકારો અને વરિષ્ઠ નાગરીકોને 0.25 ટકા વધારે વ્યાજ આપવાની ઓફર પણ કરે છે. જો કોઈ ઈચ્છે તો, મંથલી પણ વ્યાજ લઈ શકે છે. આ બાંડ 9 એપ્રિલે ખુલા રહ્યો છે, તેમાં 9મે સુધી રોકાણ કરી શકાય છે. આ એનસીડીને Brickworkને AA+ રેટિંગ આપવામાં આવી છે.
શ્રીરામ સિટી યૂનિયન - શ્રીરામ સીટી યૂનિયન NCD દ્વારા 750 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે. ઓફર - કંપનીએ બાંડ મેચ્યોરિટી માટે 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષનો પ્લાન આપ્યો છે. જેમાં 9.26 ટકાથી 9.75 ટકા સુધીના વ્યાજની ઓફર છે. મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ - NCD બાંડની ફેસવેલ્યુ 1000 રૂપિયા છે. આ બાંડ ખુલી ચુક્યો છે, જેમાં 3 મે સુધી રોકાણ કરી શકો છો. આ એનસીડીને Careએ AA+ અને Crisilએ AA રેટિંગ આપ્યું છે.