મુંબઈઃ શેરબજાર હાલના દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે બજારના આ ઘટાડા વચ્ચે ઘણાં એવા શેર્સ છે જેમાં છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. શેરબજારમાં નફો તે જ કમાઈ શકે છે જે સાચા સમયે સાચા શેર્સમાં રોકાણ કરે. જો યોગ્ય ગણતરી સાથે સાચા શેર્સમાં રોકાણ કરવામાં આવે તો તમને થોડા દિવસોમાં જ બંપર નફો મળી શકે છે.
આજે અમે તમને એવા જ એક શેર્સ અંગે વાત કરવા જઈ રહ્યા છે જેણે છેલ્લા બે કારોબારી દિવસોમાં રોકાણકારોને 43 હજાર રુપિયાનો નફો કરાવ્યો છે. આ શેરમાં સતત અપર સર્કિટ જોવા મળી છે. તેમજ રોકાણકારોની ભારે ખરીદી જોવા મળે છે. જોકે આ માટે તમારે આર્થિક અને માર્કેટ નિષ્ણાતની સલાહ પણ લેવી જોઈએ નહીંતર નુકસાનીમાં જઈ શકો છો.
બજારમાં ઘટાડા છતાં નેશનલ સ્ટાન્ડર્ડ ઈન્ડિયાના શેરમાં (national standard share price) તેજી જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં કંપનીના શેરમાં સતત ઉપલી સર્કિટ જોવા મળી રહી છે. અપર સર્કિટ લાગવાને કારણે નેશનલ સ્ટાન્ડર્ડ ઈન્ડિયાના શેરની કિંમત વધીને રૂ. 5,710.60 થઈ ગઈ છે. આ શેરે રોકાણકારોને સતત ઉત્તમ વળતર આપ્યું છે. શેરમાં હજુ પણ તેજી જળવાઈ રહી છે.
નેશનલ સ્ટાન્ડર્ડ ઈન્ડિયાના શેરમાં રોકાણ કરનારાઓ શ્રીમંત બની ગયા છે. આ સ્ટૉકમાં રોકાણકારોને બે દિવસમાં 43 હજારથી વધુનો નફો થયો છે. ગયા સપ્તાહે બુધવારે BSE પર કંપનીના એક શેરની કિંમત 3975 રૂપિયા હતી. તે જ સમયે, કંપનીના એક શેરની કિંમત વધીને 5,710.60 રૂપિયા થઈ ગઈ છે. જો કોઈ રોકાણકારે રૂ.3975ના ભાવે કંપનીના 25 શેર ખરીદ્યા હોત, તો તેને એક શેર પર લગભગ રૂ.1735નો નફો થયો હોત.
એટલું જ નહીં આ શેર્સ ખરા અર્થમાં મલ્ટિબેગર સાબિત થયો છે. ફક્ત પાંચ વર્ષમાં જ પોતાના રોકાણકારોને કરોડોપતિ બનાવી દીધા છે. જેમ કે, 23 જાન્યુઆરી, 2018ના રોજ શેરની કિંમત ₹21.90 હતી. આ કિસ્સામાં, જો કોઈ વ્યક્તિએ પાંચ વર્ષ પહેલાં કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 2.60 કરોડ રૂપિયાનો નફો થયો હોત.