જો તમે ડેટ મ્યૂચ્યૂઅલ ફંડ (Mutual Funds)માં નાણા રોકો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. શૅર માર્કેટ રેગ્યૂલેટરી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ઇક્વિટી ડેટ મ્યૂચ્યૂઅલ ફંડથી જોડાયેલો એક નિયમ બદલી દીધો છે. SEBIએ આ પહેલા એપ્રિલ 2020માં કોરોના વાયરસ મહામારીને કારણે ડેટ મ્યૂચ્યૂઅલ ફંડ યૂનિટ્સની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઇમને ઘટાડી દીધો હતો. કટ ઓફ ટાઇમથી જ સ્કીમના યૂનિટ્સની નેટ અસેટ વેલ્યૂ (NAV) નક્કી થાય છે. જ્યારે તમે સ્કીમમાં રોકાણ કરો છો તો NAV પર આપને યૂનિટ મળે છે. ડેટ મ્યૂચ્યૂઅલ ફંડથી નાણા ઉપાડતા કે યૂનિટ્સ વેચવા દરમિયાન પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આવો જાણીએ તેના સાથે જોડાયેલી તમામ વાતો... (પ્રતીકાત્મક તસવીર)
બદલાઈ ગયો આ નિયમ – હવે ઇક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડના યૂનિટને ખરીદવા કે વેચવાના હોય, બંને માટે 3 વાગ્યા સુધીનો સમય હશે. તમામ સ્કીમ્સનું સબ્સક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઇમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે. આ ઇક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડની તમામ સ્કી માટે લાગુ હશે. પરંતુ ડેટ સ્કીમ અને હાઇબ્રિડ ફંડ્સના ટ્રેડિંગનો સમય પહેલાની જેમ જ રહેશે. નોંધનીય છે કે સેબીએ થોડા સમય પહેલા જ કોરોના વાયરસના કારણે 3 વાગ્યના સમયને બદલીને 12:30 કરી દીધો હતો. લિક્વિડ અને ઓવરનાઇટ ફંડની ખરીદી અને વેચાણ માટે 12:30થી 1:30 વાગ્યા સુધીનો સમય છે. બીજી તરફ, ડેટ અને હાઇબ્રિડ ફંડ્સ માટે પણ આ સમય 1 વાગ્યાનો છે. (પ્રતીકાત્મક તસવીર)
શું હોય છે કટ ઓફ ટાઇમ – NAVની ફાઇવણી તેની પર નિર્ભર કરે છે કે આપે ફંડ હાઉસને પૈસા અને અરજી ક્યારે કરી. મ્યૂચ્યૂઅલ ફંડની દુનિયામાં તેને કટ ઓફ ટાઇમ કહે છે. લિક્વિડ, ડેટ અને ઇક્વિટી ફંડ્સ માટે અલગ-અલગ કટ ઓફ ટાઇમ છે. આપને સ્કીમના યૂનિટ્સના અલોટમેન્ટ એ જ દિવસે એટલે કે જે દિવસે આપે એપ્લીકેશન આપી છે કે એક દિવસ પહેલા કે બીજા દિવસે થઈ શકે છે. એ વાત પર નિર્ભર કરે છે કે આપે આપના ફંડ હાઉસને અરજી ક્યારે સબમિટ કરી અને પૈસા ક્યારે જમા કર્યા. (પ્રતીકાત્મક તસવીર)
કેવી રીતે આપના નાણા પર પડશે અસર- જો તમે કટ ઓફ ટાઇમ મિસ કરી દીધો છે અને એપ્લીકેશન સબમિટ કરી દીધી છે અને બપોરના 3 વાગ્યા બાદ અરજી આપી છે તો આપને તે જ દિવસે NAVના આધાર પર યૂનિટ્સ અલોટમેન્ટ થશે. જો તમે 3 વાગ્યા પહેલા એપ્લિકેશન જમા કરાવી દીધી છે પરંતુ કટ ઓફ ટાઇમથી પહેલા નાણા જમા નથી કરાવ્યા તો આપને એક દિવસ પહેલાની NAVના આધાર પર યૂનિટ્સનું અલોટમેન્ટ થશે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, આ ફેરફાર માત્ર ઇક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડ માટે છે. ડેટ મ્યૂચ્યૂઅલ ફંડ અને હાઇબ્રિડ ડેટ મ્યૂચ્યૂઅલ ફંડની ખરીદી-વેચાણના સમયમાં ફેરફાર નથી કરવામાં આવ્યો. ડેટ મ્યૂચ્યૂઅલ ફંડના ટ્રેડિંગ સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. SEBIના આ નિર્ણયની જાણકારી આપતાં ડેટ મ્યૂચ્યૂઅલ ફંડને રેગ્યૂલેટ કરનારી સંસ્થા એસોસિએશન ઓફ ડેટ મ્યૂચ્યૂઅલ ફંડ ઈન ઈન્ડિયા તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)