1 એપ્રિલથી અમલમાં આવી રહેલા કરવેરાના નવા નિયમો (New Income Tax Rules) પહેલાં વધુ ભંડોળ એકત્ર કરવા માટે અનેક એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ (Debt Mutual Funds) માટે આંતરરાષ્ટ્રીય યોજના (International Schemes)ઓ શરુ કરી છે. ફંડ મેનેજમેન્ટ કંપનીઓ (Fund Management Companies) - ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને એડલવીસ મ્યુચ્યુઅલ ફંડ વગેરેએ તેમની આંતરરાષ્ટ્રીય યોજનાઓ (International MF Schemes) ફરીથી ખોલી છે. આ રીતે તેઓ 1 એપ્રિલ પહેલા વધુ પૈસા એકઠા કરવાનો ઇરાદો ધરાવે છે.
મ્યુચ્યુઅલ ફંડ- ઈટીએફ પ્રોડક્ટના વડા અને મિરાઈ એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ફંડ મેનેજર સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "અમારા માટે નવા રોકાણો લેવા માટે બહુ ઓછો અવકાશ હોવાથી આ ભંડોળ વધુ ખરીદી માટે ફરીથી બંધ થવાની સંભાવના છે. જૂન 2022માં બજાર નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને 7 અબજ ડોલરની નિર્ધારિત મર્યાદામાં વિદેશી ઇક્વિટીમાં રોકાણ કરવા માટે ફરીથી મંજૂરી આપી હતી.
ઇન્વેસ્ટમેન્ટ- આ પહેલાં જાન્યુઆરી 2022માં સેબીએ ફંડ મેનેજમેન્ટ કંપનીઓને વિદેશી શેરોમાં રોકાણ કરતી યોજનાઓમાં નવી ખરીદી કરવા પર રોક લગાવી દીધી હતી. આ દરમિયાન ફ્રેન્કલિન ટેમ્પલન મ્યુચ્યુઅલ ફંડે પણ તેની ત્રણ વિદેશી યોજનાઓમાં નવી ખરીદી અથવા એકમુશ્ત રોકાણ સ્વીકારવાનું શરૂ કર્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે 31 માર્ચ સુધીમાં ફંડ મેનેજમેન્ટ કંપનીઓની આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં ખરીદી કરનારા રોકાણકારોને લિસ્ટિંગનો લાભ મળશે.
આંતરરાષ્ટ્રીય સ્કિમ્સમાં રોકાણ- નિષ્ણાંતો રોકાણકારોને લિસ્ટિંગનો સૌથી વધુ લાભ લેવા માટે ડેટ ફંડ્સ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફંડ્સ અને ગોલ્ડ ફંડ્સમાં ખરીદી કરવાની સલાહ પણ આપી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ગુરુવારે ફાઇનાન્સ બિલ, 2023માં કરવામાં આવેલા સુધારા પછી તેમની આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં રોકાણ કરવાની તક આપવાનું નક્કી કર્યું છે. આ સુધારા મુજબ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નવા નિયમો 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે.