

નવી દિલ્હી : સામાન્ય રીતે લોકોને લાગે છે કે, તેઓ જિંદગીમાં કરોડપતિ નહીં બની શકે. પરંતુ એ સાચુ નથી. કરોડપતિ બનવા માટે સુનિશ્ચિત પ્લાન બનાવવો પડે છે. કરોડપતિ બનવા માટે તમારે સારી સ્કિમની પસંદગી કરવી પડે છે અને સમય-સમય પર પોતાના પોર્ટફોલિયોની બેલેસિંગ કરવી પડશે. લોન્ગ ટર્મમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાથી કરોડપતિ બનવાનું સપનું સફળ થઈ શકે છે. તમે રોજ 33 રૂપિયા બચાવી કરોડપતિ બની શકો છો. તો જોઈએ કેવી રીતે?


લાંબા સમયમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન પણ સારૂ આપે છે. મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટેનું એક શાનદાર માધ્યમ છે. તમે એસઆઈપી દ્વારા મ્યુચ્યુએલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમ રોકાણ કરી શકો છો, અને તેના દ્વારા શાનદાર રિટર્ન મેળવી શકો છો. જોકે, મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ પોતાની હાલની આર્થિક સ્થિતિ અને જોખમ ઉઠાવવાની ક્ષમતાનું આકલન કરી લેવું જોઈએ, જેથી રોકાણ લાંબા સમયમાટે કરતા રહી શકાય.


રોજ 33 રૂપિયાનું રોકાણ કરી બનો કરોડપતિ - લોન્ગ ટર્મમાં વાર્ષિક 12 ટકાના દરથી રિટર્નને માનીને ચાલીએ તો, કરોડપતિ બની શકાય છે. જો તમારી ઉંમર 20 વર્ષ છે તો, તમારે રોજ 33 રૂપિયા એટલે કે, દર મહિને લગભગ 1000 રૂપિયાની બચત શરૂ કરી દેવી જોઈએ. 40 વર્ષ બાદ તમારી પાસે 1.18 કરોડ રૂપિયા હશે. 40 વર્ષમાં તમારૂ કુલ રોકાણ માત્ર 4.8 લાખ રૂપિયા હશે.


આ ફંડે આપ્યું 12 ટકાથી વધારે રિટર્ન - 20 વર્ષમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને 12 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. ABSL ડિઝિટલ ઈન્ડીયા ફંડમાં 14.91 ટકા, ABSL ઈક્વિટીમાં 17.19 ટકા રિટર્ન મળે છે.