આજના સમયમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડની સાથે સાથે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (Portfolio Management Services, PMS) માં પણ રોકાણ કરી રહ્યા છે. મલ્ટી કેપ સ્ટ્રેટેજી ફંડ મેનેજરને સ્ટોક, સેક્ટર, સ્ટાઈલ સાઈકલ અને માર્કેટની કેપિટલાઈઝેશનમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. PMS બજારના આંકડા અનુસાર 150 PMS મેનેજર મલ્ટીકેપ સ્ટ્રેટેજી ચલાવી રહ્યા છે. જેમની સંપત્તિ PMS મેનેજર દ્વારા મેનેજ થતી કુલ સંપત્તિના ભાગને બરાબર છે. સુંદરમ અલ્ટરનેટના ઈક્વિટી હેડ મદનગોપાલ રામુએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મ્લટી કેપ સ્ટ્રેટેજીને મેનેજ કરતા સમયે અલગ અલગ PMS મેનેજરની વિભિન્ન સ્ટાઈલ હોય છે. જે વિકાસ અને મૂલ્ય અથવા આ બંનેનું મિશ્રણ હોઈ શકે છે.મદનગોપાલ રામુ જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ PMS સ્ટ્રેટેજી બેન્ચમાર્ક એગ્નોસ્ટીક હોય છે અને નક્કી કરેલ પોર્ટફોલિયો અનુસાર રન થાય છે. રિટર્નના આધાર પર છેલ્લા 5 વર્ષમાં ટોપ 10 મલ્ટી કેપ PMS સ્ટ્રેટેજી વિશે જાણકારી આપવામાં આવી છે. જેમણે પોર્ટફોલિયો અંગે ખુલાસો કર્યો છે, માત્ર તે અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. અહીં જણાવવામાં આવેલ રિટર્ન સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India, SEBI) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ટાઈમ વેઈટેડ રેટ ઓફ રિટર્ન (TWRR) અનુસાર જાણકારી આપવામાં આવી છે. અહીં જે પણ જાણકારી આપવામાં આવી છે, તે PMS Bazaar પરથી આપવામાં આવી છે.
સોલિડેરિટી એડવાઈઝર- પ્રૂડેન્સ
સ્થાપના તારીખ- 11 મે, 2016
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)- 48:8:43
રોકાણ કરવાની વિશેષતાઓ- કમ્પાઉન્ડિંગ સ્ટોરીઝમાં રોકાણ (જે ગ્રોથની ટેલવિંડયુક્ત કંપનીઓ અને મુખ્ય બિઝનેસ ડેફિનિશન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે બજારમાં વધતી ભાગીદારી અને ROEમાં જોવા મળે છે.
SBI MF – ESG પોર્ટફોલિયો
સ્થાપના તારીખ- 8 ઓગસ્ટ, 2016
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)-23:30:37
રોકાણ કરવાની વિશેષતાઓ- જેમાં મિડ અને સ્મોલ કેપ સ્ટ્રેટેજી જોવા મળે છે, જે કંપનીઓમાં આર્થિક વિકાસ વધુ જોવા મળે છે, તે કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. જે કંપનીઓમાં ગ્રોથ જોવા મળે છે અને વધુ સમય સુધી ટકી રહે છે, તે પ્રકારના વિશે બિઝનેસમાં રોકાણ કરવામાં આવે છે.
ITUS કેપિટલ એડવાઈઝર- ફંડામેન્ટલ વેલ્યુ ફંડ
સ્થાપના તારીખ- 1 ફેબ્રુઆરી, 2017
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)- 21:46:19
રોકાણ કરવાની વિશેષતાઓ- જે કંપનીઓમાં ફ્રી કેશ ફ્લો હોવાની સારી હિસ્ટ્રી જોવા મળે છે અને મૂડી ખર્ચ અંગે વિશેષ યોજના બનાવવામાં આવી હોય અને યોગ્ય વળતર પ્રાપ્ત થતું હોય તેમાં રોકાણ કરવામાં આવે છે.
IIFL- મલ્ટીકેપ PMS
સ્થાપના તારીખ- 1 ડિસેમ્બર, 2014
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)- 65:12:19
રોકાણ કરવાની વિશેષતાઓ- લાર્જ કેપ શેર પર વધુ ધ્યાન આપવામાં આવતા 20-25 શેરમાં રોકાણ કરવામાં આવે છે. જે શેરના મૂલ્ય પર મહત્ત્વપૂર્ણ છૂટ આપવામાં આવી હોય અને આવક જણાવવામાં આવી હોય તેમાં રોકાણ કરવામાં આવે છે.
નર્નોલિયા- મલ્ટીકેપ સ્ટ્રેટેજી
સ્થાપના તારીખ- 28 માર્ચ, 2012
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)-75:12:12
રોકાણ કરવાની વિશેષતાઓ- પ્રોપ્રાઈટરી મોડલના માધ્યમથી સ્ટોકને ફિલ્ટર કરવામાં આવે છે, જે અનેક વર્ષો સુધી ફંડામેન્ટલ અને ક્વોન્ટીટેટીવ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ASK રોકાણ મેનેજર- ઈન્ડિયન આંત્રપ્રિન્યોરશીપ પોર્ટફોલિયો
સ્થાપના તારીખ- 25 જાન્યુઆરી, 2010
લાર્જ, મિડ અને સ્મેલ કેપ સ્ટોક બ્રેક અપ (%)- 57:40:2
રોકાણ કરવાની વિશેષતાઓ- ઉચ્ચ ગુણવત્તા અને વિકાસ કંપનીઓમાં લાંબા ગાળાના રોકાણના માધ્યમથી સમયની સાથે મૂડી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ કરવામાં આવે છે.