ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેકસ અને નિફટી ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા છે, પરંતુ બ્રોડર માર્કેટમાં હજી એ કરન્ટ જોવા નથી મળી રહ્યો. નિફટીમાં સપ્ટેમ્બર મહિનામાં જોવા મળેલા તળિયાથી 12%ની શાનદાર તેજી જોવા મળી છે, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં માત્ર 2%ની જ તેજી આ સમયગાળામાં જોવા મળી છે. તેથી હવે મોટા ફંડ હાઉસ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને બ્રોકરેજ હાઉસો સ્મોલકેપ અને મિડકેપ શેર ફોકસ વધારી રહ્યાં છે અને પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ કરી રહ્યાં છે, જેથી હેજિંગનો અને બ્રોડર માર્કેટની ડિસેમ્બરની અનુમાનિત ડિલાઈટ રેલીનો ફાયદો મળી શકે.
2020માં માર્કેટ વોચડોગ SEBIએ ફ્લેક્સિકેપ કેટેગરીના અગાઉના અવતારનું કામકાજ બદલીને નવા નામકરણ સાથે માટે નવી 'મલ્ટી-કેપ' કેટેગરી રજૂ કરી હતી. મલ્ટી-કેપ ફંડ્સને હવે તેમની સંપત્તિના ઓછામાં ઓછા 25 ટકા લાર્જ, મિડ અને સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરવું ફરજિયાત છે. હાલમાં 17 સ્કીમ્સ મલ્ટીકેપ કેટેગરીના ભાગ છે, જેમાંથી 10 અગાઉની જુની સ્કીમમાંથી નવા અવતારમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જ્યારે બાકીની નવી લોન્ચ થયેલી સ્કીમ્સ છે.
સામૂહિક રીતે મલ્ટી-કેપ ફંડ્સ રૂ. 65,286 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)નું સંચાલન કરે છે. સેબીના આદેશ પછી તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી શેરોની સંખ્યા ખાસ કરીને તેમના સ્મોલકેપ હોલ્ડિંગમાં વધી હતી. સ્મોલ કેપમાં મોટી એસેટ બેઝ અને ચુસ્ત લિક્વિડિટીને કારણે ઘણા મલ્ટી-કેપ ફંડોએ આવા દરેક સ્ટોકમાં 1 ટકાથી વધુ રોકાણ કર્યું નથી. ઓક્ટોબર 2022 સુધીન ડેટાના આધારે સરેરાશ દરેક મલ્ટી-કેપ ફંડ 26 સ્મોલ-કેપ સ્ટોક ધરાવે છે.<br />સોર્સ : ACEMF