રિતેશ પ્રેસવાલા, મની કંટ્રોલ: 2020નું વર્ષ રોકાણકારો માટે રોલર કોસ્ટર રાઇડ (Roller coaster ride) જેવું રહ્યું છે. કોરોના બીમારીએ આ વર્ષને અલગ જ બનાવી દીધું હતું. સ્ટોક માર્કેટ (Share market) અને રોકાણકારો (Investors)ને પણ આ વર્ષમાં અનેક આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ ઘટી છે. 2019ના વર્ષના 10 એવા શેર છે જે 2020ના વર્ષમાં 200 ટકા કરતા પણ વધારે વધ્યા છે. આ માટે અમે એવા શેરનો અભ્યાસ કર્યો હતો જેની 2019ના વર્ષમાં માર્કેટ કેપ (Market cap) 100 કરોડ રૂપિયા આસપાસ હતી અને જેઓ 25 રૂપિયાથી નીચે ટ્રેક થઈ રહ્યા હતા. (ડેટા સ્ત્રોત: ACE Equity).