Multibagger stock: બજારમાં દરેક રોકાણકાર વિચારે છે કે, કેટલાક મલ્ટિબેગર સ્ટોક તેના પોર્ટફોલિયોમા હોવા જોઈએ. પરંતુ દરેક પાસે આવા શેર નથી હોતા. મલ્ટીબેગર શેરો શોધવા એક મુશ્કેલ કાર્ય છે પણ અશક્ય નથી. થોડી લગન અને મહેનતથી, આપણે એવી કંપની શોધી શકીએ છીએ કે જેનું બિઝનેસ મોડલ મજબૂત છે. મેનેજમેન્ટ ખૂબ સારું અને પ્રામાણિક છે
જ્યારે તમને આવી કંપની મળે ત્યારે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, તમે માત્ર શેર ખરીદી અને વેચીને પૈસા કમાતા નથી, પણ તમારે તેની રાહ પણ જોવી પડશે. આનો અર્થ એ છે કે મજબૂત સ્ટોક ખરીદ્યા પછી, લાંબા સમય સુધી તેમાં રહ્યા પછી જ કોઈ સારા વળતરની અપેક્ષા રાખી શકાય છે. લાંબા ગાળાના રોકાણના ફાયદા સમજવા માટે, ચાલો આરતી ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવ પર એક નજર કરીને તેની રણનીતિ સમજીએ.
જો આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા 5 વર્ષના સ્ટોકનું પ્રદર્શન જોઈએ, તો તેણે આ સમયગાળામાં લગભગ 500 ટકા વળતર આપ્યું છે. એ જ રીતે, જો આપણે તેના છેલ્લા એક દાયકાના પ્રદર્શન પર નજર કરીએ, તો આ સ્ટોક 26 ઓગસ્ટ 2011 ના રોજ 10.83 રૂપિયા પર બંધ થયો હતો. તે જ સમયે, 27 ઓગસ્ટ 2021 ના રોજ, તે 926.80 રૂપિયા પર બંધ થયો. આનો અર્થ એ થયો કે છેલ્લા 10 વર્ષમાં શેર લગભગ 85 ગણો વધ્યો છે. આનો અર્થ એ થયો કે, રોકાણકાર આ શેરમાં જેટલો લાંબો સમય રહ્યા છે, તેટલો જ તેને ફાયદો થયો છે.