Home » photogallery » બિઝનેસ » આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

Multibagger Share SG Finserve: આવો એકાદો શેર પણ જો મળી જાય તો લાઈફ સેટ થઈ જાય. મલ્ટિબેગર શોધવા માટે તમારે થોડો પ્રયાસ કરવો પડશે પરંતુ એકવાર મળી જાય પછી ચિંતા જ નહીં. જુઓ આ શેરને 3 વર્ષમાં 1 લાખના સીધા 3 કરોડ બનાવી આપ્યા છે.

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 18

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    લાંબાગાળે તો ઘણાં શેર તગડી કમાણી કરાવી શકે પરંતુ સાચો મલ્ટિબેગર (Multibagger Stock) તેને જ કહેવાય જે મધ્યમગાળામાં અથવા તો ટૂંકાગાળે રોકાણકારોને લાખોપતિ-કરોડપતિ બનાવી દે. આવા શેર્સના લિસ્ટમાં વધુ એક શેર (Small Cap Share) સામેલ થઈ ગયો છે. આ શેર એટલે એસજી ફિનસર્વ (SG Finserve).

    MORE
    GALLERIES

  • 28

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    આ શેરમાં 3 જ વર્ષમાં રોકાણકારોની તિજોરી છલકાઈ ગઈ છે. હાલ પણ છેલ્લા ત્રણ દિવસથી આ શેરમાં સતત અપર સર્કિટ જોવા મળી રહી છે. 3 વર્ષ પહેલા 2 રુપિયાનો આ શેર આજે 714 રુપિયા પર પહોંચી ચૂક્યો છે.

    MORE
    GALLERIES

  • 38

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    ગુરવારે આ શેરમાં અપર સર્કિટ પછી આ શેર તેના 52 સપ્તાહની ટોચ પર 714.20ના સ્તરે પહોંચ્યો હતો. પાછલા પાંચ કારોબારી સત્રમાં આ શેરની કિંમત 23 ટકા ઉછળી ચૂકી છે. રોકાણ, બેકિંગ અને ફંડ મેનેજમેન્ટના કારોબારમાં કામ કરતી એસજી ફિનસર્વનું માર્કેટ કેપ 2,950 કરોડ રુપિયા છે.

    MORE
    GALLERIES

  • 48

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    કંપનીએ માર્ચ 2023 ત્રિમાસિકગાળામાં 14.05 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે તેના ગત વર્ષના સમાન સમયગાળામાં 0.69 કરોડના નુકસાન કરતાં ક્યાંય વધુ છે. આ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 50.88 ટકા છે અને છૂટક રોકાણકારોની ભાગીદારી 49.12 ટકા જેટલી છે.

    MORE
    GALLERIES

  • 58

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    2 રુપિયાથી 714 સુધીની સફરઃ આ કંપની પહેલા મૂંગિપા સિક્યોરિટીઝ લિમિટેડ નામથી ઓળખવામાં આવતી હતી. વર્ષ 2020માં એસજી ફિનસર્વનો શેર 2 રુપિયા આસપાસ ટ્રેડ થતો હતો. વર્ષ 2021માં આ શેર ઉછળવાનો શરું થયો ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. ત્રણ જ વર્ષમાં આ શેરે 25,407 ટકા રિટર્ન આપ્યું છે.

    MORE
    GALLERIES

  • 68

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    જ્યારે બે વર્ષની વાત કરવામાં આવે તો આ રિટર્ન 28,130 ટકા જેટલું છે. વર્ષભરમાં આ શેરે રોકાણકારોને લગભગ 900 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 255 ટકા જેટલો ઉછળ્યો છે.

    MORE
    GALLERIES

  • 78

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    1 લાખ બની ગયા 3 કરોડઃ લગભગ 3 વર્ષ પહેલા એટલે કે 30 જૂન 2020ના રોજ આ શેરની કિંમત 2.20 રુપિયા હતી. આજે આ શેર વધીને 714 રુપિયા થઈ ચૂક્યો છે. જો કોઈ રોકાણકારે 2.20 રુપિયા પ્રતિ શેરના હિસાબે 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેને તેને કુલ 45,454 જેટલા શેર મળ્યા હોત. આજે આ શેરની કિંમતના હિસાબે તેનું રોકાણ 32,463,636 રુપિયા થઈ ચૂક્યું હોત.

    MORE
    GALLERIES

  • 88

    આ શેરે તો ભૂક્કા કાઢી નાખ્યા, 3 વર્ષમાં 1 લાખના 3 કરોડ બનાવ્યા, હજુ કેટલો ઉછળશે?

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES