નવી દિલ્હીઃ શેરબજારમાં દરેક લોકો એવા કોઈ બંપર રિટર્ન આપી શકતાં શેરની શોધમાં હોય છે જેમાં એકવાર રુપિયા લગાવીને જીવનભરની કમાણી થઈ જાય. મોટાભાગના લોકો એવી આશા રાખતા હોય છે કે એક વર્ષમાં તેમના રુપિયા ડબલ થઈ જાય અને વધુમાં વધુ ત્રણ ગણા થાય પરંતુ આજે એક એવા શેર વિશે વાત કરવી છે જેણે ફક્ત 6 મહિનામાં જ રોકાણકારોના રુપિયા 5 ગણા વધારી દીધા છે. આવા શેરને જ ખરા અર્થમાં મલ્ટિબેગર શેર (Multibagger Stock) કહેવામાં આવે છે. ભારતીય શેરબજારમાં એવા ઘણાં શેર્સ છે જેણે રોકાણકારોના રુપિયા અનેકગણા કરી દીધા છે.
જોકે આજે જે શેરની વાત કરી રહ્યા છીએ તે શેર કર્ણાવતી ફાઈનાન્સ લિમિટેડ (Karnavati Finance Ltd.) નો શેર ચે. જેનું માર્કેટ વેલ્યુએશન 172 કરોડથી વધુ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. જે ફાઈનાન્શિયલ સેક્ટરમાં સર્વિસ આપે છે. 1984માં એક એનબીએફસી તરીકે કર્ણાવતી ફાઈનાન્સ લિ.ની સ્થાપના થઈ હતી. જે બાદ તેણે ફાઈનાન્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો એક સારો એવો બિઝનેસ જમાવ્યો છે.
કર્ણાવતી ફાઈનાન્સ લિ. વર્ષ 2014માં મુંબઈ સ્ટોક એક્સચએન્જમાં લિસ્ટ થઈ હતી. હવે આ કંપની પોતાના શેરને સબ ડિવિઝન સ્પ્લિટ કરવા જઈ રહી છે. હાલમાં જ કંપનીના બોર્ડમાં 1:10ના રેશિયોમાં શેર સ્પ્લિસ્ટ કરવા માટેની ભલામણ કરી છે. આ સેરની ફેસ વેલ્યુ હાલ 10 રુપિયા છે. શેર સ્પ્લિટના નિર્ણયને હાલ કંપનીના મેમ્બર્સ અને ઓથોરિટી પાસેથી મંજૂરી મળવાની બાકી છે.
જોકે હવે એકવાર મંજૂરી મળ્યા બાદ કર્ણાવતી ફાઈનાન્સનો આ સ્ટોક 1ની સામે 10 શેર એકમ દસ ટૂંકડામાં પરિવર્તિત થશે. આ શેરની ફેસ વેલ્યુ 10 છે જે સ્પ્લિટ બાદ પ્રતિ શેર 1 રુપિયાની ફેસ વેલ્યુનો થઈ જશે. શેર સ્પ્લિટ કરવા પાછળનો ઉદ્દેશ્ય કંપનીના ઈક્વિટી શેરની લિક્વિડિડી વધારવાનો છે. શેરની કિંમત ઓછી હોવાના કારણે નાના રોકાણકારો પણ તેના પ્રત્યે ખૂબ જ આકર્ષક છે.
જ્યારે કોઈ કંપનીના શેરની કિંમતો ખૂબ જ વધી જાય છે. ત્યારે તે શેર નાના રોકાણકારોની પહોંચથી બહાર થઈ જાય છે. તેવામાં કંપની શેર સ્પ્લિટ કરે છે. એટલે કે કંપની પોતાના રોકાણકારોને બોનસ શેર આપે છે. આ પ્રક્રિયામાં કંપનીના કુલ શેરની સંખ્યા વધી જાય છે અને શેરની કિંમત ઘટી જાય છે. જેથી નાના રોકાણકારો પણ તેમાં ખરીદ વેચાણ કરે છે અને અંતે તેનાથી શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ વધે છે.
કર્ણાવતી ફાઈનાન્સનો શેર બુધવાર 18 જાન્યુઆરીના દિવસે સામાન્ય ઉછાળા સાથે બંધ થયો છે. બીએસઈ પર શેર 0.17 ટકા ઉછળીને 173ના સ્તરે બંધ થયો છે. જ્યારે છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો આ શેરમાં 8.13 ટકાનો ઉછાળો આવ્યો છે અને શેર 160 રુપિયાના સ્તરેથી વધીને 173 રુપિયા પર પહોંચી ગયો છે. તેનો 52 સપ્તાહનો હાઈ 179.75 છે જ્યારે 52 સપ્તાહનો લો 14.15 રુપિયા છે.