

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Limited)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ (Fifth Richest Person) બની ગયા છે. રિલાયન્સનો શૅર (RIL Stock) બુધવારે 2010 રૂપિયાને સ્પર્શી ગયો અને તેની સાથે જ તેમની કુલ સંપત્તિ 75 અજબ ડૉલર થઈ જતાં ફોર્બ્સ (Forbes)ની દસ અમીરોની યાદીમાં પાંચમાં સ્થાને આવી ગયા છે.


મુકેશ અંબાણીની સંપત્તિમાં દસ સૌથી મોટા ધનકુબેરોમાં સૌથી વધુ 3.2 અબજ ડૉલરનો વધારો થયો છે. આ યાદીમાં મુકેશ અંબાણીની સંપત્તિ વારેન બફે, લૈરી એલીસન, એલોન મસ્ક, સ્ટીવ બાલમેર અને લૈરી પેગથી વધુ થઈ ગઇ છે. એક સપ્તાહ પહેલા પણ મુકેશ અંબાણી વિશ્વના પાંચ અમીરોમાં સામેલ થવાની રાહ પર હતા પરંતુ 43મી AGM બાદ રિલાયન્સના શૅરમાં જોવા મળેલા ઘટાડાને તેમને સફળતા હાથ લાગી નહોતી.


રિલાયન્સના શૅરમાં સતત તેજી જોવા મળી રહી છે. તેનો શૅર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે અને તે રેકોર્ડ સતત તૂટતા જઈ રહ્યા છે. બુધવારે RILના શૅરનો ભાવ 2000 રૂપિયાને પાર કરી ગયો હતો.


NSE પર 23 માર્ચે તેના શૅરનો ભાવ 866 રૂપિયા પર પહોંચી ગયો હતો. તે સમયે શૅર 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરે હતો. છેલ્લા ચાર મહિનામાં તેના શૅરમાં 130 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.


Forbesના આ રિયલ ટાઇમ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણીથી ઉપર પહેલા સ્થાને 185.8 અબજ ડૉલરની સાથે જેફ બેઝોઝ પહેલા સ્થાને છે. બિલ ગેટ્સ 113.1 અબજ ડૉલરની સાથે બીજા અને બર્નાર્ડ અર્નોટ પરિવાર 112 અબજ ડૉલરની સંપત્તિની સાથે ત્રીજા સ્થાને છે. માર્ક ઝકરબર્ગ 89 અબજ ડૉલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.