1 જૂન, 2019 આજથી ઘણા બદલાવ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારી જિંદગી પર પડશે. આ બદલાવ બેંક, પેટ્રોલ, રાંધણ ગેસ વગેરે સાથે જોડાયેલા છે. પહેલી જૂનથી આરબીઆઈ તરફથી ઓનલાઇન પૈસાની લેવડ-દેવડને લઈને નિયમ લાગૂ થશે. તો રાંધણ ગેસની નવી કિંમતો નક્કી થશે. સાથે જ RBIની ક્રેડિટ પોલીસ પણ આવશે, જેમાં વ્યાજદરો પર નિર્ણય કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વ્યાજના દરોમાં ઘટાડો થઈ શકે છે. એવામાં તમારા ખિસ્સાનો ભાર થોડો હળવો થઈ શકે છે.
1) પૈસાની લેડવ દેવડ સાથે જોડાયેલી નિર્ણય બદલાશે : પહેલી જૂનથી RTGSનાં ટ્રાન્ઝેક્શનનો સમય સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવશે. RTGS ટ્રાન્ઝેક્શન માટે પ્રારંભિક કટ-ઓફ સમયને સાંજે 4.30 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. હાલમાં RTGS ટ્રાન્ઝેક્શન અઠવાડિયામાં સવારે 9થી સાંજના 4.30 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી થાય છે. RTGSમાં ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલી શકાય છે, જ્યારે વધારેમાં વધારે પૈસા મોકલવાની કોઈ મર્યાદા નથી. RBIના આંકડા પ્રમાણે એપ્રિલ, 2019માં RTGS દ્વારા 112 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી.
2) ગેસ સિલિન્ડર મોંઘો થઈ શકે : દર મહિનાની જેમ પ્રથમ જૂનના રોજ રાંધણ ગેસનો સિલિન્ડર મોંઘો થઈ શકે છે. આ પહેલા પ્રથમ મેના રોજ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીસી સિલિન્ડરની કિંમતમાં 28 પૈસાનો વધારો કર્યો હતો, જ્યારે સબસીડી વગરના સિલિન્ડરમાં રૂ. 6નો વધારો કરવામાં આવ્યો હતો.
3) કેરળમાં GST આપદા ટેક્સ લાગશે : ગત વર્ષે કેરળમાં આવેલા ભયાનક પૂરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. રાજ્યના પુર્નનિર્માણ માટે રાજ્ય કર વિભાગ પ્રથમ જૂનથી એક ટકા વધારાનો ટેક્સ લગાવશે. આ ટેક્સ પાંચ ટકાથી વધારે ટેક્સવાળી તમામ વસ્તુઓ પર લાગશે. જૂન, 2019થી બે વર્ષ સુધી એક ટકા સેસ વસૂલ કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
5) આર્મી કેન્ટિનમાંથી કારની ખરીદી મોંઘી થશે : જો તમે આર્મી કેન્ટિનમાંથી કારની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે પ્રથમ જૂનથી વધારે કિંમત ચુકવવી પડશે. હકીકતમાં વાહનો પર CSD કેન્ટિન ખર્ચ ઘટાડવા માટે સેનાએ નવો નિયમ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત સૈન્ય અધિકારીઓ 12 લાખ સુધીની કાર જીએસટી બાદ કરીને ખરીદી શકે છે. નિયમ પ્રમાણે સેનાના જવાનો સેવા દરમિયાન ફક્ત એક વખત જ કાર ખરીદી કરી શકશે, તેમાં પણ કારના એન્જીનની ક્ષમતા 2500 સીસીથી વધારે ન હોવી જોઇએ.