લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઈસી ગ્રાહકો માટે અનેક પ્રકારની પોલિસી ચલાવે છે. આમાં જીવન વીમાની યોજના તો છે જ, પેન્શન યોજનાની પણ એક યાદી છે. આમાં એક છે LIC સરલ પેન્શન યોજના. આ યોજના પરિવારની નાણાકીય સુરક્ષા માટે બહુ જ અસરકારક છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે નિવૃત થઈ જાઓ. એલઆઈસી સરલ યોજના એક એવી પોલિસી છે જેમાં ગ્રાહકોને તેમના હિસાબથી પેન્શન રકમ અને પ્રીમિયમની રકમ પસંદ કરવા છૂટ મળે છે. 40થી 80 વર્ષના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
એલઆઈસી સરલ પેન્શન યોજના માત્ર એક પ્રીમિયમની ચૂકવણી કરવાથી જ દર મહિને 12,000 રૂપિયા પેન્શન આપે છે. કોઈ વીમાધારક આ યોજના હેઠળ માસિક, ત્રિમાસિક, છ મહિના કે વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. પેન્શન ત્યારે મળશે જ્યારે વીમાધારક કે નોમિની 60 વર્ષનો થઈ જશે. પેન્શન ત્યારે જ શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ વર્ષમાં ઓછામાં ઓછા 12,000 રૂપિયા જમા સાથે પોલિસી ખરીદી શકે છે. યોજનામાં રૂપિયા જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કરે છે, તો તેને દર વર્ષે 52,500 રૂપિયાનું પેન્શન મળશે.
એલઆઈસી સરલ પેન્શન યોજનાને તમારા બેંક ખાતા સાથે જોડી શકાય છે. આથી તમારે પ્રીમિયમ જમા કરવાની ચિંતા રહેશે નહિ. દર મહિને તમારા પગારમાંથી સરલ પેન્શન યોજનાના રૂપિયા કપાઈ જશે. દર મહિને જે રીતે તમે પ્રીમિયમની પસંદગી કરી હશે, તે હિસાબથી તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે. આ યોજના પોતાના માટે કે તમારી પત્નીની સાથે પણ ખરીદી શકાય છે. પોતાની યોજનામાં વીમાધારકને જીવનભર પેન્શન મળે છે, જ્યારે તેની મૃત્યુ બાદ નોમિનીને પ્રીમિયમ આપવામાં આવે છે. સંયુક્ત રીતે યોજના લેવામાં આવે તો પતિ પછી પત્નીને પેન્શન આપવામાં આવે છે.
પોલિસી ખરીદનારે સરનામાનો પુરાવો અને અન્ય KYC દસ્તાવોજોની સાથે ચોક્કસ તબીબી રેકોર્ડની સાથે એક અરજી પત્ર ભરવાનું હોય છે. સાથે જ, વીમાની રકમ અને વ્યક્તિની ઉંમરના આઘાર પર કેટલાક ખાસ મામલામાં તબીબી રિપોર્ટની જરૂર હોય છે. જો કોઈ ગંભીર બીમારી છે અને જમાકર્તાને ઈમરજન્સીમાં વધારે રૂપિયાની જરૂર પડે તોતે સરલ પેન્શન યોજનામાં જમા રૂપિયાને પાછા લઈ શકે છે. યોજનામાં ઘણી બીમારીઓની યાદી આપવામાં આવી છે, જેના માટે પોલિસીને સરન્ડર કરીને તમે રૂપિયા લઈ શકો છો. યોજના પર લોન લઈ શકાય છે. સરલ પેન્શન યોજના શરૂ થયા બાદ 6 મહિના પછી તમે લોન લઈ શકો છો.
સરકારી વીમા નિયમનકારી સંસ્થા ઈરડાએ ગત વર્ષે 1 એપ્રિલથી બધી જ વીમા કંપનીઓને સરલ પેન્શન યોજના શરૂ કરવાની મંજૂરી આપી હતી. લગભગ બધી જ વીમાં કંપનીઓએ 1 એપ્રિલે આ પેન્શન યોજનાને આવશ્યકપણે શરૂ પણ કરી દીધી છે. સરલ પેન્શન યોજના હેઠળ જમાકર્તાને પરિપક્વતાનો લાભ મળતો નથી. જો કે જેટલા રૂપિયાથી પોલિસી ખરીદવામાં આવે છે, તેટલા જ રૂપિયા પરત મળી જાય છે. સાથે જ આ યોજના સંપૂર્ણ જીવન જમાકર્તાને પેન્શન આપે છે. સરલ પેન્શન યોજનાનો દર કંપનીઓ તેમના હિસાબથી નક્કી કરી શકે છે. પરંતુ યોજનાનું નામ સરલ પેન્શન યોજના જ રાખવાનું છે.