શેર બજારમાં પૈસા કમાવવા ઘણું મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવો વ્યક્તિ પણ છે, જેણે શેર બજારમાં 10 હજાર રૂપિયાથી શરૂઆત કરી 20 હજાર કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે. આ શખ્સ બીજો કોઈ નહીં પરંતુ સ્ટોક માર્કેટના ટ્રેડર અને ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા છે. ઝુનઝુનવાલાને ભારતનો વારેન બફે પણ કહેવામાં આવે છે. તેમણે સાચી સ્ટ્રેટજી અપનાવી શેર બજારમાંથી હજારો કરોડો કમાયા છે. જો તમે શેર બજારમાંથી કમાણી કરવાનું વિચારી રહ્યા હોવ તો જોઈએ આ ટિપ્સ...
રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 1985માં સ્નાતક કરી ફૂલ ટાઈમ શેર બજારમાં બિઝનેસ શરૂ કર્યો, ત્યારે સેંસેક્સમાં માત્ર 150 કંપનીઓ જ લિસ્ટેડ હતી. એક આંકડા કહે છે કે, ગત એક વર્ષમાં શેર માર્કેટની તેજીના સમયે તેમણે દર અઠવાડીયે લગભગ 59 કરોડ રૂપિયાની કમાણી કરી. તે ઈચ્છે તો દર કલાકે એક મર્સિડીઝ બેંઝ કે બીએમડબલ્યૂ કાર ખરીદી શકે છે.
બાય રાઈટ એન્ડ હોલ્ડ ટાઈટ થીયરી પર કરે છે કામ: રાકેશ ઝુનઝુનવાલા કહે છે કે, તેજીમાં બધાને ફાયદો અને મંદીમાં બધાને નુકશાન થાય છે એવું નથી હોતું. સાચુ એ છે કે, હું મારા કામને એન્જોય કરૂ છું, જેની બાય પ્રોડક્ટ છે પૈસા. મારો બિઝનેસ મંત્ર એકદમ સરળ છે 'બાય રાઈટ એન્ડ હોલ઼્ડ ટાઈટ'. એટલે કે સાચા સમયે સાચો શેર ખરીદો અને તેને પકડીને રાખો.
તે કહે છે કે, કંપની કરતા તેના બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ. કંપની કઈ પ્રકારના બિઝનેસમાં છે અને તે બિઝનેસમાં ભવિષ્યમાં કેટલો ફાયદો થાય તેવી આશા છે, એક રોકાણકારની હંમેશા તેના પર નજર હોવી જોઈએ. ઝુનઝુનવાલાને ઘણી વાર નુકશાન પણ સહન કરવું પડ્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મિડ-ડે મલ્ટીમીડિયા. પરંતુ તેનાથી તેમમે હાર ન માની.