અમીર બનવાની ઇચ્છા કોની નથી હોતી.. પણ જો તમામ પાસાઓ પર નજર કર્યા વગર અધુરી માહિતીએ રોકાણ કરવું યોગ્ય નથી. ઘણાં લોકો એવું વિચારે છે કે નોકરી કરતાં લોકો ક્યારેય કરોડપતિ ન થઇ શકે. પણ આ સંભવ છે જ આપ સિસ્ટમેટિક પ્લાનિંગ કરો તો. જી હાં દરરોજનાં ફક્ત 30 રૂપિયા બચાવીને તમે કરોડપતિ બની શકો છો. લોન્ગ ટર્મ ઇનવેસ્ટમેન્ટમાં કંપાઉન્ડ કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપને આ ફાયદો અપી શકે છે.
આપની આ ફોર્મ્યૂલાને ઉદહારણ દ્વારા સમજાવવું સહેલુ પડશે. કાર્તિક જે હાલમાં 20 વર્ષનો યુવાન છે તે દરરોજનાં 30 રૂપિયા બચાવે છે. એક માસનાં અંતમાં તે 900 રૂપિયા ડાયવર્સિફાઇડ મ્યૂચુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતાં છે. મ્યૂચુઅલ ફંડ પર વર્ષે આશરે 12.5 ટકાથી વધુ રિટર્ન આપે છે. જો કાર્તિક આ પ્રોસેસ 40 વર્ષ સુધી કરે છે તો તે 60 વર્ષની ઉંમરે કરોડપતિ બની જાય છે.