હવે દેશમાં એકસમાન હશે ડ્રાઇવિંગ લાઇસન્સ. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ઇશ્યૂ કરાતાં નવા ડ્રાઇવિંગ લાઇસન્સ એક સમાન હશે. યૂનિફોર્મ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ લાગુ કરી શકે છે. નવી વ્યવસ્થા હેઠળ દેશભરમાં એક સમાજ કાર્ડ હશે. તેનો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યુરિટી ફીચર્સ બધું સમાન હશે. આ સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઇક્રોચિપ તથા ક્યૂઆર કોડ હશે.
યૂનિફોર્મ ડ્રાઇવિંગ લાઇસન્સમાં ચિપમાં પ્રિન્ટ કરવામાં આવેલી તમામ જાણકારી સેવ હશે. તેમાં ચાલક દ્વારા પરિવહન નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેની પર લાગેલા અપરાધ અને દંડની જાણકારી પણ રહેશે, જેથી ક્યારે પણ કોઈ નિયમ તોડતાં કે અપરાધ કરતાં તેનો જૂનો રેકોર્ડ દેખાશે. તેની સાથે જ તેમાં ટેક્સ, વીમો અને પીયૂસીની પણ જાણકારી નોંધાયેલી હશે.