વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટ (Cabinet Meeting) અને સીસીઇએ (CCEA) એટલે કે આર્થિક મામલાની સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. મોદી સરકાર (Modi Government)એ લીધેલા આ 4 મોટા નિર્ણયથી દેશની સામાન્ય પર સીધી અસર પડશે. તો જાણીએ કયા ચાર મોટા નિર્ણય લેવામાં આવ્યા છે... (ફાઇલ તસવીર)
1. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. તેને 6 રાજ્યોમાં વર્લ્ડ બેન્કની મદદથી હાથ ધરવામાં આવશે. આ રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને ઓડિશા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યો વચ્ચે સહયોગ વધશે, શિક્ષકોનું પ્રશિક્ષણ થશે અને પરીક્ષામાં સુધાર થવાની સાથોસાથ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં ભારત તૈયારીની સાથે ભાગ લઈ શકશે. (પ્રતીકાત્મક તસવીર)
2. સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે- ભારત સરકારે સસ્તા ભાવે તેલ ભંડારણ પર 3874 કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી છે. દેશમાં કાચા તેલનું ભંડારણ વધવાથી તેનો સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પડે છે. જો કાચું તેલ સસ્તું હશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ જાય છે, જેના કારણે સામાન્ય જનતાને ફાયદો મળે છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશમાં ત્રણ સ્થળે આકસ્મિક સમય માટે ભૂમિગત તેલ ભંડારણ વિકસિત કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
3. જમ્મુ-કાશ્મીર અને લદાખને વિશેષ પેકેજ- જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ 529 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ કાશ્મીર, લદાખ અને જમ્મુમાં રહેનારા 2/3 લોકો આ યોજનામાં સામેલ થશે. આ યોજના પાંચ વર્ષ માટે હશે. તેનો ફાયદો 10,58,000 પરિવારોને મળશે. (પ્રતીકાત્મક તસવીર)
4. ADNOC મૉડલના સંશોધનને મંજૂરી – મંત્રીમંડળે નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડથી અલગ થવા અને સમગ્ર સરકારી હિસ્સાને એક વ્યૂહાત્મક ખરીદનારને વેચીને અલગ થનારી કંપનીના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે. કેબિનેટે ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમેટેડના હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની કોમર્શિયલ વાયબિલિટી વધારવા માટે ADNOC મૉડલના સંશોધનને મંજૂરી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)