મંદીના કારણે નાના વેપારીઓનું ડિફોલ્ટ વધી રહ્યું છે. ડિફોલ્ટની વધતી ઘટનાઓ પર સરકાર સતર્ક થઈ ગઈ છે. સૂત્રોના હવાલે સીએનબીસી અવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, જો નાની લોન ડિફોલ્ટ કરવામાં આવે છે તો સરકારી બેન્ક પરેશાન નહી કરે. સરકારી બેન્કો કાર્યવાહી કરતા પહેલા ડિફોલ્ટર પાસે તેનું કારણ જાણશે અને સમજશે. જો કારણ વ્યાજબી હોય અને ડિપોલ્ટ થઈ રહ્યું હોય તો, થોડી નરમી રાખવામાં આવશે. એટલું જ નહી બેન્ક જપ્તી તથા હરાજી કર્યા પહેલા બીજો વિકલ્પ શોધશે.
કોણ છે નાના લેણદારો<br />નાના લેણદાર એ લોકો છે જે માત્ર લાખોમાં જ નહી પરંતુ 2 કરોડ અથવા 4 કરોડ રૂપિયા સુધીની લોન લેનારા પણ નાના લેણદાર છે. જો આવા લેણદારો લોન ચૂકવવામાં નિષ્ફળ થાય છે તો બેન્ક પહેલા તેનું કારણ જાણશે. જો વ્યાજબી કારણ હશે તો, તેની સંપત્તિ જપ્ત કરવામાં ન આવે અથવા હરાજી કરવામાં ન આવે. બેન્ક કોઈ નવો વિકલ્પ અપનાવે.
લોન ન ચૂકવી શકનાર લોકો પાસે પણ હોય છે અધિકાર<br />પોતાની લોન વસૂલવા માટે બેન્ક રિકવરી એજન્ટોની સેવા લઈ શકે છે. પરંતુ, તે પોતાની હદ પાર નથી કરી શકતા. ગ્રાહકોને ધમકાવવા કે જબરદસ્તી કરવાનો અધિકાર નથી. તે ગ્રાહકોના ઘરે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ થઈ શકે છે. જોકે, તે ગ્રાહકો સાથે ગેરવર્તન નથી કરી શકતા. જો આ પ્રકારનો દુરવ્યવહાર થાય છે તો, ગ્રાહક પોતાની ફરિયાદ બેન્કમાં કરી શકે છે. બેન્ક દ્વારા એક્શન ન લેવામાં આવે તો, બેન્કિંગ ઓંબ્ડ્સમેનનો દરવાજો ખટખટાવી શકાય છે. (લક્ષ્મણ રોય, ઈકોનોમિક-પોલિટિકલ એડિટર, CNBC અવાજ)