નવી દિલ્હીઃ નવું વર્ષ શરૂ થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. 2021 અનેક નવા પરિવર્તનો સાથે આવી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર આપની સેલરીને લઈને પણ નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કમ્પેનસેશનના નિયમો (New Compensation Rule)ને એપ્રિલ 2021થી લાગુ કરી દેશે, ત્યારબાદ આપની ટેક હોમ સેલરી ઘટી જશે. નવા પગાર નિયમો હેઠળ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)
ઓછી થઈ જશે ઇન હેન્ડ સેલરી - મની કન્ટ્રોલના અહેવાલ મુજબ, નવા નિયમો હેઠળ કંપનીઓ દ્વારા કર્મચારીઓ ને આપવામાં આવતા પેમેન્ટ સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. સામાન્ય રીતે આ કંપનીઓમાં નોન-અલાયન્સ (Non-Allowance) હિસ્સો ઓછો હોય છે. કેટલાક મામલાઓમાં તો તે 50 ટકાથી ખૂબ ઓછો હોય છે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેજ્યુટી (Gratuity) અને પ્રોવિડન્ડ ફંડ (Provident Fund) યોગદાનમાં વધારો થશે. જોકે, હાથમાં આવનારી સેલરી ઓછી થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)
હાલની સ્થિતિમાં પડી શકે છે મુશ્કેલી - હાલના સમયમાં જોવા મળ્યું છે કે સેલરી ક્લાસ લોકોનો 40 ટકા હિસ્સો EMI ચૂકવવામાં જ જતો રહે છે. મેટ્રો સિટીમાં લોકો હોમ, કાર અને પર્સનલ લોન લઈને પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે. તો એવામાં ઇન હેન્ડ સેલરી ઓછી હોવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. (પ્રતીકાત્મક તસવીર)