

નવી દિલ્હી : મોદી સરકાર (Government of India) ખેડૂત અને કૃષિ (Indian Farmers)ને આગળ વધારવા માટે તેમના ગ્રુપને 15-15 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપશે. તેના માટે તેમણે એક કંપની બનાવી એટલે કે ખેડૂત ઉત્પાદન સંગઠન (FPO-Farmer Producer Organisation) બનાવવું પડશે. સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવાની મંજૂરી આપી દીધી છે. આગામી 5 વર્ષમાં તેની પર 4,496 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ રજિસ્ટ્રેશન કંપની એક્ટમાં થશે, તેથી તેમાં તે તમામ ફાયદા મળશે જે એક કંપનીને મળે છે. આ સંગઠન કૉ-ઓપરેટિવ પોલિટિક્સથી બિલકુલ અલગ હશે એટલે કે આ કંપનીઓ પર કૉ-ઓપરેટિવ એક્ટ લાગુ નહીં થાય.


સામાન્ય ખેડૂતોને થશે સીધો ફાયદો : એફપીઓ લઘુ તથા સીમાંત ખેડૂતોનું એક સમૂહ હશે, જેનાથી તેની સાથે જોડાયેલા ખેડૂતોને પોતાના પાક માટે માર્કેટ મળશે ઉપરાંત બીજ, દવાઓ, બિયારણ અને કૃષિ ઉપકરણ વગેરે ખરીદવું સરળ હશે. સેવાઓ સસ્તી મળશે અને વચેટીયાઓથી મુક્તિ મળશે.


જો ખેડૂતો એકલો પોતાની ઉપજ વેચે છે તો તેનો નફો વચેટીયાને મળે છે. એફપીઓ સિસ્ટમમાં ખેડૂતને તેના ઉપજનો સારો ભાવ મળે છે કારણ કે ભાવતાવ (બારગેનિંગ) કલેક્ટિવ હશે. કેન્દ્રીય કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મુજબ આ 10,000 નવા એફપીઓ 2019-20થી લઈને 2023-24 સુધી બનાવવામાં આવશે. તેનાથી ખેડૂતોની સામૂહિક શક્તિ વધશે.


કેવી રીતે મળશે 15 લાખ રૂપિયા (What are Farmer Producer Organisations)- રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય વિનોદ આનંદે જણાવ્યું કે સૌથી પહેલા અટલ બિહારી વાજપેયી સરકારે એફપીઓ બનાવવા માટે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. વાય. કે. અલઘના નેતૃત્વમાં એક કમિટી બનાવી હતી. તેમાં ઓછામાં ઓછા 11 ખેડૂત સંગઠિત થઈને પોતાની એગ્રીકલ્ચર કંપની કે સંગઠન બનાવી શકે છે. મોદી સરકાર જે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી રહી છે તેનો ફાયદો કંપનીનું કામ જોઈએ ત્રણ વર્ષમાં આપવામાં આવશે.


એફપીઓ બનાવીને પૈલા લેવાની શરતો : (1) જો સંગઠન મેદાન ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે તો ઓછામાં ઓછા 300 ખેડૂત તેની સાથે જોડાયેલા હોવા જોઈએ. એટલે કે એક બોર્ડ મેમ્બર પર ઓછામાં ઓછા 30 લોકો સામાન્ય સભ્ય હોય. પહેલા 1000 હતા. (2) પહાડી ક્ષેત્રમાં એક કંપનીની સાથે 100 ખેડૂતોને જોડવા જરૂરી છે. તેમને કંપનીનો ફાયદો મળી રહ્યો હોય. (3) નાબાર્ડ કન્સલટન્સી સર્વિસિસ આપની કંપનીનું કામ જોઈને રેટિંગ કરશે, તેના આધારે જ ગ્રાન્ટ મળશે.


એફપીઓ બનાવીને પૈલા લેવાની શરતો : (4) બિઝનેસ પ્લાન જોવામાં આવશે કે કંપની કયા ખેડૂતોને ફાયદો આપી રહી છે. તે ખેડૂતોની ઉપજને માર્કેટ ઉપલબ્ધ કરાવી શકે છે કે નહીં. (5) કંપનીનું ગર્વનન્સ કેવું છે. બોર્ડ ઑફ ડાયરેક્ટર માત્ર કાગળ પર છે કે કામ કરી રહ્યા છે. તેઓ ખેડૂતોની બજારમાં પહોંચ સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે કે નહીં. (6) જો કોઈ કંપની પોતાનાથી જોડાયેલા ખેડૂતોની જરૂરિયાતની ચીજો જેવા કે બીજ, બિયારણ અને દવાઓ વગેરે કલેક્ટિવ ખરીદી કરી રહી છે તો તેનું રેટિંગ સારું હોઈ શકે છે. કારણ કે આવું કરતાં ખેડૂતોને સસ્તો સામાન મળશે.


શું હોય છે એફપીઓ (What is FPO)- એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન ખેડૂતોનું એક સમૂહ હશે, જે કૃષિ ઉત્પાદન કાર્યમાં લાગેલું હોય અને કૃષિ સાથે જોડાયેલી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવતું હોય. એક સમૂહ બનાવીને તેની કંપની એક્ટમાં રજિસ્ટર્ડ કરાવી શકો છો.


હાલ કેટલી ખેડૂતો કંપનીઓ છે? - એફપીઓની રચના અને પ્રોત્સાહન આપવા માટે હાલ લઘુ ખેડૂત કૃષિ વ્યાપાર સંઘ (Small Farmers’ Agri-Business Consortium) અને રાષ્ટ્રીય કૃષિ તથા ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) કામ કરી રહ્યા છે. બંને સંસ્થાઓ મળીને લગભગ પાંચ હજાર એફપીઓ રજિસ્ટર્ડ છે. મોદી સરકાર તેને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે. તેથી રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ને પણ તેની જવાબદારી આપવામાં આવી છે.