Home » photogallery » બિઝનેસ » IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

IREDA IPO: કેન્દ્ર સરકારે પોતાની રિન્યુએબલ એનર્જી એજન્સી IREDA ને શેરબજારમાં લિસ્ટિંગમાં માટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આર્થિક મામલે કેબિનેટ કમેટીએ શુક્રવાર 15 માર્ચના રોજ મંજૂરી આપી છે.

विज्ञापन

  • 16

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    કેન્દ્ર સરકારે પોતાની રીએન્યૂએબલ એનર્જી એજન્સી IREDAને શેર બજારમાં લિસ્ટેડ કરવા માટે મંજૂરી આપી દીધી છે. 15 માર્ચ એટલે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાનીમાં કેબિનેટ કમિટીએ તેની મંજૂરી આપી દીધી હતી. IREDA કેન્દ્ર સરકારનું જ એકમ છે, જે રીન્યુએન એનર્જી અને એનર્જીની પ્રોજેક્ટ્સને ફંડ્સ ઉપલબ્ધ કરાવે છે. આ કંપની મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રીન્યૂએબલ એનર્જી અંતર્ગત આવે છે. શેર બજારમાં લિસ્ટેડ કરાવવા માટે IREDAનો આઇપીઓ (IREDA IPO) લાવવામાં આવશે, જેના દ્વારા સરકાર પોતાની થોડી ભાગીદારી વહેંચશે.

    MORE
    GALLERIES

  • 26

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    IREDAનો આઇપીઓ: સિનિયર ઓફિસરે મનીકંન્ટ્રોલને જણાવ્યા અનુસાર, આગામી વર્ષ 2024માં IREDAનો આઇપીઓ લાવવામાં આવશે. આ ઉપરાંત કમિટી ઇન્ડિયન રીન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને આઇપીઓ દ્વારા નવા ઇક્વિટી શેર લોન્ચ કરીને ફંડ એકત્ર કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ આ લિસ્ટિંગ પ્રક્રિયાને આગળ વધારશે.

    MORE
    GALLERIES

  • 36

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    ઓફિશ્યલ નિવેદન અનુસાર, આ નિર્ણય જૂન, 2017માં લેવામાં આવેલ CCEAના પહેલાના નિર્ણયનું સ્થાન લેશે, જે અંતર્ગત IREDAને 10 રૂપિયાની ફેસ વેલ્યૂના 13.90 કરોડ નવા શેર આઇપીઓ દ્વારા બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે માર્ચ 2022માં કંપનીમાં 1500 કરોડની મૂડી નાખી હતી, જેના કારણે કેપિટલ સ્ટ્રક્ચરમાં પરીવર્તન આવ્યા બાદ તાત્કાલિક આ નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઇ હતી.

    MORE
    GALLERIES

  • 46

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    આ રીતે મદદરૂપ થશે આઇપીઓ: સરકાર તરફથી આપવામાં આવેલ નિવેદન અનુસાર, આ આઇપીઓ સરકારની રોકાણ વેલ્યૂને અનલોક કરવામાં મદદ કરશે. આ સાથે લોકોને રાષ્ટ્રીય સંપત્તિમાં ભાગીદાર બનવા અને તેનો લાભ લેવાનો અવસર પણ પ્રદાન કરશે. આ ઉપરાંત તેના દ્વારા IREDA સરકારી તિજોરી પર નિર્ભર રહ્યા વગર જ પોતાની ગ્રોથ સ્કિમ્સને પૂર્ણ કરવા મૂડીનો એક ભાગ એકત્ર કરવામાં મદદ કરશે.

    MORE
    GALLERIES

  • 56

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    કંપનીનું કામકાજ: IREDA હાલ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની મિની રત્ન (કેટેગરી-1) કંપની છે, જેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં રીન્યૂએબલ એનર્જી અને એનર્જી એફિશિયન્સી પરીયોજનાઓના ફંડિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. સાથે જ તે ભારતીય રીઝર્વ બેંકની સાથે એક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની તરીકે નોંધાયેલી છે.

    MORE
    GALLERIES

  • 66

    IREDA IPO: કેન્દ્ર સરકાર વધુ એક કંપનીમાં વહેંચશે હિસ્સો, ટૂંક સમયમાં લાવશે IPO

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES