નવી દિલ્હીઃ મોરિઝ ગેરાજ (MG Motor)એ ભારતમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક (electric car) એસયુવી કાર MG ZS EV લોન્ચ કરી છે. કંપનીએ આ કારને 20.88 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત ઉપર લોન્ચ કરી છે. આ કારની 'Excite'વેરિએટની કિંમત છે. જ્યારે 'Exclusive' વેરિએન્ટની કિંમત રૂ. 23,58,000 રાખી છે. આ ઉપરાં એમજી એ ગ્રાહકોને એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે જેમણએ જેડએસ ઈવીને પહેલા જ બુક કરાવી હોય. 17 જાન્યુઆરી મધ્યરાત્રી સુધી કાર બુક કરાવનાર ગ્રાહકોને MG ZS EVની 'Excite' વેરિએન્ટ 19.88 લાખ અને 'Exclusive' વેરિએન્ટ 22.58 લાખ રૂપિયા સ્પેશિય પ્રાઈસ ઉપર મળશે.
આ કારની લોકપ્રિયતા બુકિંગને જોઈને લગાવી શકાય છે. દેશની પહેલી પ્યોર ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી માત્ર 27 દિવસમાં જ 2800થી વધારે બુકિંગ મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે આમાં કંપની પહેલી 2409 ડિલિવરી કરશે. ત્યારબાદ બાકી બુક કરાવેલી ગાડીઓની ડિલિવરી કરશે. કંપનીએ દિલ્હી-એનસીઆર, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં પહેલા લોન્ચ કરી છે.
ઉલ્લેખનીય છે કે જેડએસ ઈવી જેટલું બુકિંગ મળી ચુક્યું છે એટલું ઈલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં 2019માં વેચાઈ પણ ન્હોતી. એક ખાસ વાત એ છે કે આ કારને મળેલા જબરદસ્ત રિસ્પોન્સના પગલે એમજી મોટર પહેલી એવી કાર નિર્માતા કંપની બની ગઈ છે કે, જેણે પોતાની કારનું બુકિંગ કિંમતની જાહેરાત કર્યા પહેલા જ બંધ કરી દીધું છે. આ ઉપરાંત જેડએસ ઈવીએ ભારતમાં બીજી ઈલેક્ટ્રિક કારને મળનારા સૌથી વધારે પ્રી લોન્ચ બુકિંગ્સનો પણ રેકોર્ડ બનાવ્યો છે. કારની સેફ્ટી અંગે પણ ટોપ રેટિંગ મળી છે. જેડએસ ઈવીને Euro NCAP રેટિંગમાં 5 સ્ટાર મળ્યા છે.
પાવર અને સ્પેશિફિકેશન અંગે MG ZS EVમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. 141 Bhpના પાવર અને 353 Nm ટાર્ક જનરેટ કરે છે. જેને 44.5 KWh બેટરીથી પાવર મળે છે. રેન્જની વાત કરીએ તો MG ZS EV સિંગલ ચાર્જિંગમાં 340 kmનું અંતર કાપી શકે છે. જ્યારે સ્પીડની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક કાર માત્ર 8 સેકન્ડમાં જ 0થી 100 કસ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.