

સ્કીમ વિશે જાણો- જો તમે પણ પોતાની કાર ખરીદવા માંગો છો પરંતુ નાણાની અછતના કારણે નથી ખરીદી શકતો તો મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એક એવી ખાસ સ્કીમ લઈને આવી છે, જેમાં તમે કોઈ કાર ખરીદ્યા વગર ગાડીના માલિક બની શકો છો. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki India)એ પોતાના વાહન સબ્સક્રિપ્શન કાર્યક્રમ ‘મારૂતિ સુઝુકી સબ્સક્રાઇબ’નો વિસ્તાર અન્ય ચાર શહેરોમાં કરવાની જાહેરાત કરી છે.


અમદાવાદ, ગાંધીનગર સહિત આ શહેરોમાં થઈ સ્કીમની શરૂઆત- મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યું કે આ કાર્યક્રમનો વિસ્તાર, મુંબઈ (Mumbai) , ચેન્નઈ (Chennai), અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar)માં કરવામાં આવી રહ્યો છે. કંપનીની યોજન આગામી ત્રણ વર્ષમાં દેશના 60 શહેરોમાં આ કાર્યક્રમનો વિસ્તાર કરવાનો છે. આ પહેલા કંપનીએ મારૂતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ કાર્યક્રમ દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણ માં શરૂ કર્યો હતો. આ શહેરોમાં આ સર્વિસને ખૂબ પસંદ કરવામાં આવી.


આ કારોના બનો માલિક- તેના માટે કંપનીએ ઓરિક્સ કોર્પોરેશન, જાપાનની ઓરિક્સ ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ ઈન્ડિયા (ORIX Auto Infrastructure Services India)ની સાથે ટાઇઅપ કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ ગ્રાહક મારૂતિ સુઝુકી અરેના (Maruti Suzuki ARENA)થી સ્વિફ્ટ ડિઝાયર(Swift Dzire), વિટારા બ્રેઝા (Vitara Brezza) અને અર્ટિગા (Ertiga) તથા નેક્સા (NEXA)થી નવી બલેનો (Baleno), સિયાઝ (Ciaz) અને એક્સએલ-6 (XL-6)નો વિકલ્પ પસંદ કરી શકો છો.


મંથલી ચાર્જ આપવો પડશે- મારૂતિ સુઝુકીએ કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ ગ્રાહક વાહનનો માલિકી હક મેળવ્ય વગર નવી કારનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તેમને મંથલી ચાર્જની ચૂકવણી કરવી પડશે. આ ફી અલગ-અલગ શહેર માટે અલગ-અલગ હોય છે. ગ્રાહક 12 મહિનાથી 48 મહિના સુધીના subscription અવધિની પસંદગી કરી શકે છે.


જાણો અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલો ચાર્જ? – 48 મહિનાના સમયગાળા માટે દિલ્હીમાં સ્વિફ્ટ Lxi માટે 14463 રૂપિયાની સાથે monthly subscription ચાર્જની ચૂકવણી કરી શકો છો. જો તમે 48 મહિના માટે સ્વિફ્ટ Lxi કાર સબ્સક્રાઇબ કરો છો તો મુંબઈમાં 15,368 રૂપિયા, ચેન્નઈમાં 15,196 રૂપિયા, અમદાવાદમાં 14,665 રૂપિયા અને ગાંધીનગરમાં 14,691 ચૂકવવા પડશે. સબ્સક્રિપ્શનનો સમય ખતમ થતાં તમે તેને અપગ્રેડ કરી બીજી કાર લઈ શકો છો કે ફરી એ કારને માર્કેટ પ્રાઇસ પર ખરીદી પણ શકો છો.