ઓટો એક્સપો 2023ની શરૂઆત થઈ ગઈ છે અને દેશની દિગ્ગજ કાર કંપની મારુતિ સુઝુકીએ તેની પહેલા ઈલેક્ટ્રિક કારને રજૂ કરૂ દીધી છે. મારુતિ સુઝુકીએ તેની કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક એસયૂવી eVXનું પ્રદર્શન કર્યું. કોન્સેપ્ટ ઈવીએક્સ સુઝુકી દ્વારા ડિઝાઈલ અને વિકસિત એક મિડ સાઈઝ ઈલેક્ટ્રિક એસયૂવી છે. આ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક SUVમાં 60kWh બેટરી પેક આપવામાં આવ્યુ છે. જે ફુલ ચાર્જમાં 550 કિમી સુધી ડ્રાઈવિંગ રેન્જ ઓફર કરશે.
આમાં આગળની તરફ કોઈ પ્રકારની ગ્રિલ આપવામાં આવી નથી. હેડલાઈટ્સ અને ડીઆરએસનો સેટઅપ સંપૂર્ણ રીતે એલ્ઈડી છે. સાઈડમાં ઓઆરવીએમની જગ્યાએ કેમેરા આપવામાં આવ્યા છે. દરવાજા ખોલવા માટે ફ્લશન ડોર હેન્ડલ્સ છે. વ્હીલનું કદ પણ ઘણું મોટું છે. જો કે, હાલ તો આ કોન્સેપ્ટ મોટલ છે, જેના પ્રોડક્શનમાં આવવા સુધી ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે.