નવી દિલ્હીઃ સોના-ચાંદીના ભાવ (Gold Price Today)માં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર 14 જાન્યુઆરી 2021ના રોજ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં ફેબ્રુઆરીના ફ્યૂચર ટ્રેડ 435.00 રૂપિયાના ઘટાડાની સાથે 48,870.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત ચાંદીના ફ્યૂચર ટ્રેડ 766.00ના ઘટાડાની સાથે 65,255.00 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. આવો ચેક કરો મહાનગરોમાં શું છે Rates… (પ્રતીકાત્મક તસવીર)