Mahindra Thar 4x4 2020 launched: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ફેમસ ઓફ-રોડ એસયૂવી મહિન્દ્રા થાર 2020 (Mahindra Thar 2020)ને લૉન્ચ કરી દીધી છે. નવી થારમાં જૂની મહિન્દ્રા થારની અપેક્ષા ઘણા કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. નવા લુકમાં તે વધુ પાવરફુલ દેખાય છે. તેને તમે પોતાની પસંદ મુજબ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનની સાથે ખરીદી શકો છો. ભારતમાં મહિન્દ્રા થાર 4 સીટર અને 6 સીટર સીટિંગ લેઆઉટ ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી છે.
મહિન્દ્રા થાર 2020 3 ટ્રિમની સાથે ઉપલબ્ધ હશે, જે LX, AX અને AX(O) છે. પહેલા જાણકારી આપવામાં આવી હતી કે મહિન્દ્રા થાર માત્ર LX અને AX ટ્રિમની સાથે આવશે. AX(O) વેરિઅન્ટ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન ઓપ્શનની સાથે છે. સેકન્ડ જનરેશન મહિન્દ્રા થાર પેટ્રોલની સાથે જ ડીઝલ એન્જિન ઓપ્શનની સાથે પણ લૉન્ચ કરવામાં આવી છે જેમાં 2.0 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન 150 બીએચપીનો પાવર અને 300 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
સેકન્ડ જનરેશન મહિન્દ્રા થારના બાકી ફીચર્સની વાત કરીએ તો તેને 9 વેરિયન્સ અને રેડ રેજ, ગેલેક્સી ગ્રે, મિસ્ટિક કોપર, રોકી બેજ, નૈપોલી બ્લેક અને એક્વામરીન કલર ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી છે. નવી મહિન્દ્રા થારમાં mHAWK 130 સાઇડ બેઝ જોવામાં જબરદસ્ત છે. mHAWK એન્જિન કેપિસિટી છે, જેને આ ઓફ-રોડ એસયૂવીના પાવરની ખબર પડે છે.