નવી દિલ્હીઃ સ્પેશિયલ કેમિકલ સેક્ટર કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝના શેર આ વર્ષે 11 ટકા ગબડ્યા છે. જો કે, ગત મહિનામાં એક વર્ષના સૌથી નીચલા સ્તરે ગયા બાદ તેણે શાનદાર રિકવરી નોંધાવી છે અને માર્કેટ એક્સપર્ટ આમાં આગળ પણ તેજીની આશા દર્શાવી રહ્યા છે. લાંબાગાળામાં આરતી ઈન્ડસ્ટ્રીઝે 40 હજાર રૂપિયાના રોકાણ પર જ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. હવે ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝના પ્રમાણે, તે વર્તમાન સ્તરેથી 56 ટકા સુધી ઉપર જઈ શકે છે. તેના શેર શુક્રવારે 0.95 ટકાના ઉછાળાની સાથે 544.65 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.
Aarti Industries પર એક્સપર્ટ કેમ લગાવી રહ્યા છે દાવ - ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝના પ્રમાણે, આરતી ઈન્ડસ્ટ્રીઝના કેપિટલ એક્સપેન્ડિચર અને આરએન્ડડી પર સતત ફોકસના કારણે તે સ્પર્ધાત્મક બની રહેશે અને તેનો ગ્રાહક બેસ પણ વધશે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે, દેશમાં ટોલુઈન સેગમેન્ટમાં વિસ્તારની ઘણી સંભાવનાઓ છે અને તે વધારે પ્રમાણમાં આયાત જ થાય છે, જેથી આ સેગમેન્ટમાં પ્રવેશથી આરતી ઈન્ડસ્ટ્રીઝને ફાયદો મળશે.
આરતી ઈન્ડસ્ટ્રીઝના શેર 21 ફેબ્રુઆરી 2003ના રોજ 2.18 રૂપિયાના ભાવ પર હતા, જે હવે 544.65 રૂપિયા પર છે. તેનો અર્થ છે કે, 20 વર્ષમાં તેણે રોકાણકારોને માત્ર 40 લાખ રૂપિયાના રોકાણને 250 ગણું વધારીને 1 કરોડ બનાવી દીધા છે. એક વર્ષના ટાઈમફ્રેમમાં શેરોની ચાલની વાત કરીએ તો ગત વર્ષે 5 એપ્રિલ 2022ના રોજ તે 912.73 રૂપિયાના ભાવ પર હતા, જે એક વર્ષની રેકોર્ડ હાઈ છે.